CBSE Board Exams Result 2020: 15મી જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે ધોરણ 10 અને 12ના પરિણામ

(CBSE Board Exams Result 2020) સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ મામલે આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સીબીએસઈની પરીક્ષાઓ રદ કરવાની અને અસેસમેન્ટ પ્રક્રિયાની સ્કિમને મંજૂરી આપી દીધી છે. બોર્ડ પેન્ડિંગ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓના પરિણામ આયોજિત થયેલી પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટના આધારે બહાર પાડશે. સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પરિણામ 15 જુલાઈ સુધીમાં બહાર પાડી દેશે. 
CBSE Board Exams Result 2020: 15મી જુલાઈ સુધીમાં જાહેર થઈ જશે ધોરણ 10 અને 12ના પરિણામ

નવી દિલ્હી: (CBSE Board Exams Result 2020) સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ મામલે આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સીબીએસઈની પરીક્ષાઓ રદ કરવાની અને અસેસમેન્ટ પ્રક્રિયાની સ્કિમને મંજૂરી આપી દીધી છે. બોર્ડ પેન્ડિંગ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓના પરિણામ આયોજિત થયેલી પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટના આધારે બહાર પાડશે. સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પરિણામ 15 જુલાઈ સુધીમાં બહાર પાડી દેશે. 

આ રીતે તૈયાર કરાશે પરિણામ
બોર્ડે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમના સામાન્ય રીતે પરિણામ આવશે. જ્યારે જે વિદ્યાર્થીઓએ ત્રણથી વધુ પેપર આપ્યા છે. તેમને બાકીના પેપર માટે તેનું પરિણામ સર્વશ્રેષ્ઠ ત્રણ વિષયોના સરરાશ માર્ક્સ પ્રમાણે અપાશે. જ્યારે જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના ત્રણ પેપર આપ્યા છે તેમને બાકી પરીક્ષાઓ માટે સર્વશ્રેષ્ઠ બે વિષયોના સરેરાશ માર્ક્સ મળશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ 1 કે 2 પેપર પૂરા કર્યા છે તેમના માર્ક્સ બોર્ડના પરફોર્મન્સ અને ઈન્ટરનલ/પ્રેક્ટિકલ અસેસમેન્ટના આધારે આપવામાં આવશે. 

આ બાજુ ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ સારા મેળવવા માંગતા હોય અને પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરશે તેમના માટે પાછળથી પરીક્ષાઓ યોજવામાં આવશે. જો કે સીબીએસઈ ધોરણ 10 માટે કોઈ પણ પરીક્ષા નહીં યોજે. હાલ સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ કેન્સલ કરાઈ છે. બીજી બાજુ CBSE બોર્ડ દ્વારા કહેવાયું છે કે ધોરણ 12ની વૈક્લ્પિક પરીક્ષા સ્થિતિ સામાન્ય થયા બાદ આયોજાઈ શકે છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વાલીઓની અરજી પર આ સુનાવણી થઈ. વાલીઓએ માગણી કરી હતી કે બાકીની પરીક્ષાઓ જે જુલાઈમાં કરાવવાનો નિર્ણય લેવાયો હતો તેને રદ કરવામાં આવે. વાલીઓએ કોરોના વાયરસથી બાળકોને જોખમ જણાવીને આ માગણી કરી હતી. ત્યારબાદ 25 જૂનના રોજ સુનાવણી થઈ જેમાં સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની બાકીની પરીક્ષાઔઓને રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જો તેઓ પેપર આપવા માંગતા હોય તો પરીક્ષાનું આયોજન કરાશે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કોરોના વાયરસનું જોખમ ટળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news