IAS Officer Arrested: લશ્કરને ગોપનીય જાણકારી લીક કરવાના કેસમાં આઈએએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ

Arvind Digvijay Negi Arrested: લશ્કર-એ-તૈયબાને ગોપનીય સૂચનાઓ લીક કરવાના મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હિમાચલ પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ કરી છે. 
 

IAS Officer Arrested: લશ્કરને ગોપનીય જાણકારી લીક કરવાના કેસમાં આઈએએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને ગોપનીય જાણકારી લીક કરવાના મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હિમાચલ પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ કરી છે. નેગી આ પહેલાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં એસપી તરીકે તૈનાત હતા. જ્યાંથી આ મામલાની તપાસ શરૂ થયા બાદ તેમને પરત પોતાની કેડરમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

એનઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને સપોર્ટ કરનાર ઓવરગ્રાઉન્ડ વર્કર્સ વિરુદ્ધ એક કેસ 6 નવેમ્બર 2021ના નોંધ્યો હતો. આ મામલામાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ આતંકવાદી સંગઠનોને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડી રહ્યા છે, જેના કારણે આતંકીઓ ઘણી વખત પોતાના નાપાક ઈરાદામાં સફળ પણ થઈ રહ્યા છે. આ કેસની તપાસ દરમિયાન, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આરોપીની ધરપકડ પણ કરી હતી, હિમાચલ પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગી તે સમયે એજન્સીમાં એસપી તરીકે તૈનાત હતા.

આરોપ છે કે આ કેસ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી આ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા આતંકી સંગઠન સુધી પહોંચી હતી. જે બાદ આ મામલાની તપાસ કરવામાં આવી કે આ માહિતી આતંકી સંગઠન સુધી કેવી રીતે પહોંચી. NIA અધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલામાં શંકાની સોય આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગી તરફ ગઈ, ત્યાં સુધી નેગીને એજન્સી તરફથી તેમના પેરેન્ટ કેડર હિમાચલ પ્રદેશમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં નેગી એસપી શિમલા તરીકે તૈનાત હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ નેગીના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને તેના ઠેકાણા પરથી કેસ સાથે સંબંધિત ઘણા ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા હતા, ત્યારબાદ નેગીની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે નેગીના માધ્યમથી ઘણી માહિતીઓ ઓવરગ્રાઉન્ડ વર્કર અને પછી આતંકી સંગઠન સુધી પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news