દિલ્હીના મુંડકા પાસે આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ: 27નાં મોત, હજુ 30-40 લોકો ફસાયેલા

આજે સાંજે 4.45 કલાકે ઓફિસમાં આગ લાગવાની ઘટના અંગે પોલીસ સ્ટેશન મુંડકા ખાતે પીસીઆર કોલ આવ્યો હતો. કોલની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ બિલ્ડિંગની બારીઓ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.

દિલ્હીના મુંડકા પાસે આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ: 27નાં મોત, હજુ 30-40 લોકો ફસાયેલા

નવી દિલ્હી: આજકાલ કાળઝાળ ગરમીમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે દેશની રાજધાનીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીની મુંડકા બિલ્ડીંગમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આ આગની દુર્ઘટનામાં 27 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. ત્રીજા માળમાં હજુ શોધખોળ બાકી છે. હાલ ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 50થી વધુ લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે.

ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે હજુ પણ 30 થી 40 લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, બચાવ કાર્ય ચાલુ છે. અત્યારે ત્રીજા માળની શોધ ચાલી રહી છે. હાલ ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બિલ્ડિંગમાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.

પીએમ મોદીએ દિલ્હીના અગ્નિકાંડની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ભીષણ આગને લીધે લોકોના મોત થવાની ઘટનાથી ખૂબ જ દુખી છું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી આશા રાખુ છું. બીજી બાજુ પીએમ મોદીએ મૃતકના પરિવારજનોને મદદ માટે 2 લાખની આર્થિક મદદ કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની મદદ કરી છે.

— Narendra Modi (@narendramodi) May 13, 2022

રાષ્ટ્રપતિએ મુંડકા દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 4.45 કલાકે ઓફિસમાં આગ લાગવાની ઘટના અંગે પોલીસ સ્ટેશન મુંડકા ખાતે પીસીઆર કોલ આવ્યો હતો. કોલની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ બિલ્ડિંગની બારીઓ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.

No description available.

પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઇમારત ત્રણ માળની છે અને તે કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. હાલ જાણવા મળી રહ્યું છે કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે.

મહત્વનું છે કે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દાઝી ગયેલા પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news