મિરઝાપુરમાં બોલ્યા પીએમ મોદી, પહેલાની સરકારોએ પૂર્વાંચલના બે દાયકા બરબાદ કર્યા
2019ની સામાન્ય ચૂંટણીને જોતા વડાપ્રધાન મોદીનો પૂર્વાંચલનો પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
Trending Photos
મિરઝાપુરઃ કેન્દ્રની મોદી સરકારના સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કરીને ચૂંટણી વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે. તેવામાં વડાપ્રધાન મોદી સ્વયં પોતાની સરકારની સિદ્ધિઓ જનતાને ગણાવવા માટે મળી રહ્યાં છે. આ ક્રમમાં પોતાના બે દિવસીય પૂર્વાંચલ યાત્રાના બીજા દિવસે પીએમ મોદીએ મિરઝાપુરમાં ચાર મોટી પરિયોજનાની ભેટ આપી.
અહીં પીએમ મોદી બાણસાગર પરિયોજનાના ઉદ્ઘાટનની સાથે સાથે 108 જન ઔષધિ કેન્દ્ર, મેડિકલ કોલેજનો શિલાન્યાસ અને ચુનારમાં બનારસ અને મિર્ઝાપુરને જોડનારા પુલનું ઉદ્ઘાટન કર્યું. મિર્ઝાપુરના ચુનઇપુર ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં બાણસાગર પરિયોજનાના લોકાર્પણની સાથે મિર્ઝાપુરમાં બનનાર મેડિકલ કોલેજની આધારશિલા રાથી.
ચાર દાયકાથી અટકી હતી યોજના
પીએમ મોદીએ અહીં રેલીનું સંબોધન કરતા કર્યું કે, આ ક્ષેત્ર હંમેશા સંભાવનાઓનું ક્ષેત્ર રહ્યું છે અને હવે યૂપીમાં યોગીજીની સરકાર આવ્યા બાદ પ્રદેશનો વિકાસ થતો દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, ગત બે દિવસમાં આ વિસ્તારમાં વિકાસ સાથે જોડાયેલી તમામ યોજનાઓની શરૂઆત કરવામાં આવી અથવા તેને જનતાને સમર્પિત કરવામાં આવી.
બાણસાગર પરિયોજનાની સિદ્ધિ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, જો તે યોજના પહેલા શરૂ થઈ હોત તો તમને 2 દશક પહેલા લાભ મળી જાત પરંતુ સરકારોને કિસાનોની ચિંતા ન હતી. તેમણે કહ્યું કે 40 વર્ષ પહેલા આ પરિયોજનાનો શિલાન્યાસ થયો હતો પરંતુ શરૂ થતા થતા 20 વર્ષ નીકળી ગયા પરંતુ યોજના પર માત્ર વાતો અને વાયદાઓ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે 2014માં અમારી સરકારે તમામ અટકેલી, ભટકેલી યોજનાઓને શરૂ કરવાનું કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે