વડાપ્રધાન મોદી

PM મોદીના 3 વર્ષના વિદેશ પ્રવાસમાં ચાર્ટર્ડ ફ્લાઇટ પર ખર્ચ થયા 255 કરોડ

વિદેશ રાજ્યમંત્રીએ ગૃહમાં આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું કે, વર્ષ 2016/17મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ઉડાનો પર 7.27 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, જ્યારે વર્ષ 2017/18મા તેના પર 99.32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
 

Nov 21, 2019, 11:46 PM IST
Surendranagar Farmers Latter To Pm Modi PT3M47S

સુરેન્દ્રનગરના ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખી ટપાલ, જુઓ વીડિયો

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પાકવીમાને લઈને પ્રધાનમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ

Nov 17, 2019, 10:25 PM IST

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી

આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સહયોગ રહ્યો છે. આજે અયોધ્યાના ચૂકાદાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. 

Nov 9, 2019, 06:02 PM IST

જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના

એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો સાથે જામનગર પહોંચ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં ફરજ પર જવા માટે રવાના

Nov 5, 2019, 05:43 PM IST
pm Modi meet Hira ba PT6M36S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ

Oct 30, 2019, 11:15 PM IST

PM મોદીના આગમનને પગલે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નાગરિકો માટે બંધ!

કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન મોદી ઉપરાંત અનેક વીઆઇપી અને વીવીઆઇપીઓ આવવાના હોવાથી નાગરિકો માટે સાઇટ બંધ રહેશે

Oct 30, 2019, 09:52 PM IST
Prime Minister Narendra Modi visits Saudi Arabia PT1M17S

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સઉદી અરબના પ્રવાસે

વડાપ્રધાન સાઉદી અરબની એક દિવસની મુલાકાત માટે જવા માટે સોમવારે રવાના થઈ ગયા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બને તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી સાઉદીના રાજા સલમાન બિન-અબ્દુલ અઝીઝ અલ-સઉદના નિમંત્રણને પગલે ગલ્ફ દેશની મુલાકાતે જઈ રહ્યા છે. અહીં રવાના થતાં પહેલાં પીએમ મોદીએ જણાવ્યું કે, સાઉદી ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે કટિબદ્ધ છે.

Oct 28, 2019, 11:25 PM IST

પાકિસ્તાને પીએમ મોદી માટે એર સ્પેસ ખોલવાનો કર્યો ઇનકાર

પાકિસ્તાનના રેડિયોને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય જમ્મૂ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન અને કાળા દિવસને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે.
 

Oct 27, 2019, 06:06 PM IST
Assembly Election Results 2019, amit shah Delhi PT8M54S

મહારાષ્ટ્ર અને હરિયાણામાં BJP બનાવશે સરકારઃ અમિત શાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ+શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળ્યો છે, જ્યારે હરિયાણામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે. સૂત્રો અનુસાર દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતાપાર્ટી ભાજપને ટેકો આપવા જઈ રહી છે. ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યમાં સરકાર બનાવશે.

Oct 24, 2019, 09:50 PM IST

Assembly Election Results 2019 : મહારાષ્ટ્ર+હરિયાણા બંને રાજ્યમાં BJP બનાવશે સરકારઃ અમિત શાહ

અમિત શાહે લખ્યું છે કે, "છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની પ્રજાના કલ્યાણ માટે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવીને ફરીથી સેવા કરવાની તક આપી છે તેના માટે જનતાનું અભિનંદન કરું છું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને સુભાષ બરાલા સહિત તમામ કાર્યકર્તાઓને અભિનંદન."

Oct 24, 2019, 07:26 PM IST
pm narendra modi addressed election rally at hariyana PT3M31S

હરિયાણામાં પીએમની ચૂંટણી રેલી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પીએમ મોદીના નિશાના પર કોંગ્રેસ પાર્ટી જ હતી. તેમણે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ખેડૂતો, જવાનોના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર કલમ 370ને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસને ન તો ભારતની એક્તાની ચિંતા છે, ન તો બંધારણની ચિંતા છે. જેમને માતા ભારતની ચિંતા નથી, તેમની ચિંતા હરિયાણા કરી શકે ખરા?

Oct 18, 2019, 03:10 PM IST

પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહારઃ તેમની એક જ રાજનીતિ, વહેંચો અને મલાઈ ખાઓ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "અહીંની ધરતીમાંથી અતુલનીય અને આધ્યાત્મિક નેતૃત્વ પેદા થયું છે. મારા માટે સતારા એક રીતે ગુરૂ ભૂમિ છે. ઉદરયન રાજેજીએ જેનો ઉલ્લેખ કર્યો, હું આજે જે કંઈ પણ છું, જે સંસ્કારોમાં હું ઉછર્યો છું, જેમની પાસેથી અમે તાલીમ મેળવી છે, તેમનું આ જન્મસ્થાન છે. ત્યાર પછી તેઓ ગુજરાત આવ્યા હતા. તેમણે મને તાલીમ આપી અને એટલા માટે જ મારા માટે ગુરુ ભૂમિ છે."

Oct 17, 2019, 07:41 PM IST
 X Ray: All eyes on PM Modi-Xi Jinping meet in Tamil Nadu's Mamallapuram PT20M52S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

એશિયાના સૌથી શક્તિશાળી એવા બે દેશ ભારત અને ચીનના મજબૂત નેતાઓ ફરી એકસાથે આવશે. તમિલનાડુના મહાબલિપુરમમાં શી જિનપિંગ અને પીએમ મોદીની મુલાકાતને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 2014માં પહેલીવાર પીએમ બન્યા ત્યારે દિલ્લીની બહાર અમદાવાદમાં પહેલીવાર મુલાકાત કરી હતી. અને હવે 2019માં બીજીવાર પીએમ બન્યા પછી મહાબલિપુરમમાં મુલાકાત ગોઠવવામાં આવી છે.

Oct 10, 2019, 09:50 PM IST

રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે નવા VVIP પ્લેન: ઘાતક મિસાઇલ લગાવાશે

અમેરિકી પ્લાંટમાં તૈયાર થઇ રહેલા અમેરિકી બી777 વિમાન લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર મેંજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સુટ્સથી લેસ હશે

Oct 10, 2019, 09:44 PM IST

ભારત ઉત્સવોનો દેશ છે, ઉત્સવ આપણને જીવનની દિશા આપે છે- પીએમ મોદી

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. 

Oct 8, 2019, 05:43 PM IST

PM મોદીએ બેંકોને કહ્યું,રેપો રેટ ઘટ્યો તેનો ફાયદો લોકોને મળે: જાવડેકર

જાવડેકરે કહ્યું રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં કરવામાં આવતો ઘટાડો એક મહત્વપુર્ણ પગલું છે, તેનો ફાયદો સામાન્ય નાગરિક સુધી પહોંચે

Oct 5, 2019, 09:00 PM IST

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST
 PM Narendra Modi Watch Garba at GMDC PT14M5S

પીએમ મોદીએ જીએમડીસીમાં ગરબા નિહાળ્યા

એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચોના સંમેલનમાં સંબોધન કર્યાં બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાસે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો. પીએમે માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબા પણ નિહાળ્યા હતા.

Oct 2, 2019, 10:25 PM IST
 Prime Minister Narendra Modi offers prayers at a Navratri event in Ahmedabad PT10M2S

જીએમડીસીમાં આયોજીત નવરાત્રિ મહોત્સવમાં વડાપ્રધાને કરી આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

Oct 2, 2019, 09:55 PM IST
 Today rural India and its villages have declared themselves 'odf: PM PT32M27S

દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં જોડાવા પીએમનું આહ્વાન

રૂ. 150 ની કિંમતનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો. દેશના વિવિધ સ્વચ્છાગ્રહીઓ ને મોદી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને એવોર્ડ કરાયા એનાયત. દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું પીએમ મોદીએ કર્યું અભિવાદન

Oct 2, 2019, 09:45 PM IST