ફાનીએ વેર્યો વિનાશ: 8ના મોત, 12 લાખ લોકોનું સ્થળાંતર, ટેલિફોન- વિજ સેવા ઠપ્પ

ઓરિસ્સાનાં 17 જિલ્લાઓમાં તોફાન મુદ્દે અલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે, યુપી, ઉતરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનાં અનેક રાજ્યોમાં ખરાબ હવામાનનું એલર્ટ અપાયું છે

ફાનીએ વેર્યો વિનાશ: 8ના મોત, 12 લાખ લોકોનું સ્થળાંતર, ટેલિફોન- વિજ સેવા ઠપ્પ

ભુવનેશ્વર : ઓરિસ્સામાં આવેલા ચક્રવાત તોફાન ફાનીએ ઘણી તબાહી મચાવી છે. પુરીમાં જુની ઇમારતો, કાચા મકાનો, અસ્થાયી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સામાં તોફાનના કારણે અત્યાર સુધી 8 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે આશરે 160થી વધારે લોકો ઘાયલ થયાનાં અહેવાલ છે. વિજળી અને ટેલિફોન  સેવા સંપુર્ણ ઠપ્પ થઇ ચુકી છે. બીજી તરફ ભુવનેશ્વરમાં એરપોર્ટ તથા એમ્સ હોસ્પિટલને ભારે નુકસાન પહોંચ્યું છે. 

તોફાનનાં કારણે એમ્સ ભુવનેશ્વરમાં એક ઇમારની છતનો એક હિસ્સો તુટી ગયો, પરંતુ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ તથા દર્દી સુરક્ષીત હોવાનું જણાવાઇ રહ્યું છે. ફાનીનાં કારણે ભુવનેશ્વરમાં એમ્સ પીજી 2019 પરીક્ષાને રદ્દ કરી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયનાં અનુસાર સ્થિતી સામાન્ય થતા જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્ષા 5 જુલાઇ મે રવિવારે યોજાવાની હતી. બીજી તરફ એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવકામગીરી ચલાવાઇ રહી છે. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ તોફાનનાં કારણે ભારે નુકસાન પહોંચ્યું છે.

ઓરિસ્સાનાં કિનારાથી શુક્રવારે સવારે ફોની ચક્રવાત અથડાયું છે. ફોનીનાં કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે અને હવાઓ ચાલી રહી છે. આ સમયે પુરી અને તેની આસપાસનાં વિસ્તારમાં હવાની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વદારે છે. રાજ્ય સરકારે ઓરિસ્સામાં આશરે 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળો પર સ્થાનાંતરિત કર્યા છે. સાથે જ અન્ય લોકોનાં ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓરિસ્સા બાદ હવે ચક્રવાતી તોફાન ફાની પસ્ચિમ બંગાળ તરફ આગળ વધી ગયું છે. તે શુક્રવાર સુધીમાં બંગાળ કિનારે ટકરાઇ શકે છે. તે પહેલા જ ત્યાં અનેક વિસ્તારમાં ઝડપી હવાઓ ચાલવા લાગી છે. 

ચક્રવાતી તોફાન ફાનીએ ઓરિસ્સાનાં કિનારા વિસ્તારો પર ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ચક્રવાતમાં 8 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ઘાયલોની સંખ્યા હજી સ્પષ્ટ નથી તઇ. ફાનીનાં કારણે પુરીમાં સૌથી વધારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી નવીન પટનાયક સ્થિતીની સમીક્ષા કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે પ્રભાવિત વિસ્તારમાં હવે કાલ પછી વિજળીનો સપ્લાય થઇ શકશે. 

બીજી તરફ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સાંજે ફોનીની અસર નબળી પડી હતી.  આ સાથે જ ત્યા બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું. ભુવનેશ્વરમાં સ્ટેડિયમ, હોસ્પિટલ અને એરપોર્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું. 

પશ્ચિમી મિદનાપોર પર સૌથી વધારે અસર
પશ્ચિમી મિદનાપુરમાં ફેનીનાં પ્રભાવથી સમગ્ર જિલ્લામાંવરસાદ ચાલુ થઇ ચુક્યો છે. હવામાં કાળા વાદળો છવાઇ ચુક્યા છે. વરસાદના શરૂ થતાની સાથે જ આશરે 20 સેકન્ડની અંદર મિદનાપુરના સ્ટેશન રોડનાં વિધાનનગર વિસ્તારમાં અનેક ઝાડ તુટી ગયા, જેના કારણે અનેક દુકાનો પણ તુટી ગઇ. મિદનાપુરનાં 14 નંબરના વોર્ડ તાલપુકુર વિસ્તારમાં તોફાનથી આશરે 15 કલાક તુટી ગયા અને એસ્બેસ્ટનની છાવણી પણ ઉડી ગઇ. 

— ANI (@ANI) May 3, 2019

બીજી તરફ ફાનીનાં પ્રભાવથી ચંદ્રકોણાના મહારાજપુરમાં પણ અચાનક તોફાન આવી જવાનાં કારણે 3 ઘરો પર અસર દેખાઇ હતી. બે માળનું મકાન તુટીને એક માળનું થઇ ગયું હતું. જિલ્લા પરિષદમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. મિદનાપુરમાં જ કુલ 45 મકાનોને ક્ષતી પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news