Shocking! જંગી લીડથી જીતેલા અને ત્રણવારના સાંસદનું આ વખતે પત્તું કપાતા ઝેર ખાઈ લીધુ? થયું દર્દનાક મોત

MDMK MP Ganeshamurthi suicide: એવું કહેવાય છે કે કે 24 માર્ચના રોજ તેમના ઈરોડ સ્થિત ઘર પર કથિત આત્મહત્યાના પ્રયાસ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકસભા ચૂંટણીમાં તેમનું પત્તું કપાઈ ગયું હતું. પરિવારનું કહેવું છે કે ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે ગણેશમૂર્તિ ખુબ તણાવમાં હતા. 

Shocking! જંગી લીડથી જીતેલા અને ત્રણવારના સાંસદનું આ વખતે પત્તું કપાતા ઝેર ખાઈ લીધુ? થયું દર્દનાક મોત

MDMK MP Ganeshamurthi suicide: MDMK ના સાંસદ એ ગણેશમૂર્તિનું હોસ્પિટલમાં અવસાન થયું છે. એવું કહેવાય છે કે કે 24 માર્ચના રોજ તેમના ઈરોડ સ્થિત ઘર પર કથિત આત્મહત્યાના પ્રયાસ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકસભા ચૂંટણીમાં તેમનું પત્તું કપાઈ ગયું હતું. પરિવારનું કહેવું છે કે ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે ગણેશમૂર્તિ ખુબ તણાવમાં હતા. 

કોણ છે સાંસદ ગણેશમૂર્તિ
અવિનાશી ગણેશમૂર્તિનો જન્મ 10 જૂન 1947ના રોજ થયો હતો. તેઓ તમિલનાડુના દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના નેતા હતા. તેઓ ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે. જેમાં ઈરોડ લોકસભા બેઠકથી બેવાર 2019 અને 2009માં સાંસદ હહતા. જ્યારે એકવાર 1998માં પલાનીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

24 માર્ચે ખાધુ ઝેર?
ઈરોડ લોકસભા સીટથી હાલના સાંસદ એ. ગણેશમૂર્તિએ 24 માર્ચના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે. હાલત બગડી તો પરિવારે તરત હોસ્પિટલ ખસેડ્યા. એએનઆઈના જણાવ્યાં મુજબ આજે સવારે 5.05 વાગે તેમનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થઈ ગયું. તેઓ 77 વર્ષના હતા. 

— ANI (@ANI) March 28, 2024

પાર્ટી માટે મોટો ઝટકો
ગણેશમૂર્તિના મોતથી લોકસભા ચૂંટણી લડતા પહેલા જ એમડીએમકેને મોટો ઝટકો મળ્યો છે. તેમના પરિવારનું કહેવું છે કે જ્યારેથી તેમની ટિકિટ કપાઈ હતી તેઓ ખુબ તણાવમાં રહેવા લાગ્યા હતા. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે 74 વર્ષના ગણેશમૂર્તિએ કથિત રીતે એક કીટનાશક ખાઈ લીધુ હતું અને ત્યારેથી તેઓ આઈસીયુમાં હતા. 

ઈરોડથી કોને મળી ટિકિટ
ડીએમકેએ ઈરોડથી યુવા નેતા ઈ પ્રકાશને ટિકિટ આપી છે. પ્રકાશ તમિલનાડુના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના નજીક હોવાનું કહેવાય છે. 

હોસ્પિટલમાં પહોંચ્યા હતા મોટા નેતાઓ
સાંસદ ગણેશમૂર્તિની જ્યારે તબિયત બગડી તો ત્યારબાદ કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં તેમને મળવા માટે અનેક મોટા નેતાઓ ગયા હતા. જેમાં ડીએમકે નેતા એક મુથુસામી, રાજ્યના શહેરી વિકાસ અને આવાસ તથા આબકારી તથા નિષેધ મંત્રી ડો. સી સરસ્વતી, મોડાકુરુચિથી ભાજપના વિધાયક, એઆઈએડીએમકેના નેતા કે વી રામલિંગમ અને કેટલાક અન્ય લોકો સામેલ હતા. 

2 લાખ મતથી જીતી હતી ચૂંટણી
2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે પોતાના હરિફ ઉમેદવાર એઆઈએડીએમકેના નેતા જી મણિમારનને 1,10,618 મતના અંતરથી હરાવીને સીટ જીતી હતી. 

શું કહેવું છે પાર્ટીનું
એમડીએમકેના નેતા વાઈકોએ રવિવારે જણાવ્યું હતું કે પાર્ટીની કોર ટીમે લાંબી ચર્ચા બાદ એ નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું કે ગણેશમૂર્તિ અને વાઈકોના પુત્ર  દુરઈના નામો પર નિર્ણય લેવા માટે એક આંતરિક મતદાન પણ થયું હતું. વાઈકોએ કહ્યું કે અમે ગણેશમૂર્તિ માટે ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે વાત કરવા માંગતા હતા. પરંતુ તે પહેલા જ તેમની આ સૂચના આવી ગઈ. 

ગણેશમૂર્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈરોડના પેરુંદુરઈની એક સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે. તેમના પાર્થિવ શરીરને જાહેરમાં શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ ગણેશમૂર્તિની કથિત આત્મહત્યાની  કોશિશની પરિસ્થિતિઓની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news