MCD Amendment Bill 2022: દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાનું બિલ લોકસભામાં પાસ
MCD Amendment Bill: લોકસભાએ દિલ્હીના ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલયની જોગવાઈવાળા 'દિલ્હી કોર્પોરેશન (સંશોધન) વિધેયક, 2022ને મંજૂરી આપી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરનાર બિલ 'દિલ્હી કોર્પોરેશન (સંશોધન) વિધેયક, 2022 લોકસભામાંથી પાસ થઈ ગયું છે. આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સરકાર પર રાજધાનીના ત્રણેય કોર્પોરેશનોની સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણેય કોર્પોરેશનોની નીતિઓ અને સંશાધનોમાં વિસંગતિઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તેના વિલયનું બિલ લઈને આવી છે.'
અમિત શાહે લોકસભામાં તે પણ કહ્યુ કે, 10 વર્ષ પહેલાં દિલ્હી કોર્પોરેશનને 'ઉતાવળ'માં ત્રણ કોર્પોરેશનને વિભાજીત કરવા પાછળ તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સુધી સ્પષ્ટ થયો નથી.
તેમણે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, અહીં રાષ્ટ્રપતિ ભવન છે, સંસદ છે, અનેક દૂતાવાસ છે અને તેથી અનેક બેઠકો પણ થાય છે તથા રાજધાનીમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષ પણ હોય છે. અમિત શાહે કહ્યુ કે, તેને ધ્યાનમાં રાખતા જરૂરી છે કે નાગરિક સેવાઓની જવાબદારી ત્રણેય કોર્પોરેશન સારી રીતે કરે.
Lok Sabha passes The Delhi Municipal Corporation (Amendment) Bill, 2022. The Bill seeks to unify the three municipal corporations of Delhi. pic.twitter.com/Yndl7Ug5Kh
— ANI (@ANI) March 30, 2022
આ પહેલાં સરકારે શુક્રવારે લોકસભામાં 'દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022' રજૂ કર્યુ હતું. ચર્ચા દરમિયાન કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યુ કે, 1991માં દિલ્હીમાં વિધાનસભા બનાવીને તેને કાયદાકીય અધિકાર આપ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકાર, દિલ્હીને સંચાલિત કરવાની શક્તિ ફરી પોતાની પાસે લઈ રહી છે. તેમણે કહ્યું કે, દિલ્હીના ત્રણ કોર્પોરેશનનો વિલય કરવા માટે ગૃહમાં લાવેલું બિલ આ દિશામાં ભરેલું એક પગલું છે.
આ પણ વાંચોઃ Fourth Covid Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? આઈઆઈટી કાનપુરે આપી મહત્વની જાણકારી
તો અમિત શાહે કહ્યું કે આર્ટિકલ -239AA 3B અનુસાર સંસદને દિલ્હી સંઘ રાજ્યક્ષેત્ર કે તેના કોઈપણ ભાગ વિશે તેને સંબંધિત કોઈપણ વિષય પર કાયદો બનાવવાનો અધિકાર પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે, અહીં અલગ પ્રકારની વાત કહેવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ પણ આ વાત કહે છે. આવું બિલ મહારાષ્ટ્રમાં ન લાવી શકાય, ગુજરાત કે બંગાળમાં ન લાવી શકાય, ન કેન્દ્ર સરકાર લાવી શકે છે. જો રાજ્ય અને સંઘ રાજ્યનું અંતર ખ્યાલ ન હોય તો ધ્યાનથી બંધારણ વાંચવુ જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે