કેન્દ્રીય દળોની વર્દી પહેરીને બંગાળમાં BJP અને RSSના ગુંડાઓ ઘુસી રહ્યા છે: મમતા બેનર્જી

લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ ભાજપ સરકાર પર મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કેન્દ્રીય દળોનો પ્રયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમને આશંકા છે કે ભાજપ અને આરએસએસનાં કાર્યકર્તા ચૂંટણી કરાવવા માટે દળોની વર્દી પહેરીને રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે. 
કેન્દ્રીય દળોની વર્દી પહેરીને બંગાળમાં BJP અને RSSના ગુંડાઓ ઘુસી રહ્યા છે: મમતા બેનર્જી

કોલકાતા : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ ભાજપ સરકાર પર મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કેન્દ્રીય દળોનો પ્રયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમને આશંકા છે કે ભાજપ અને આરએસએસનાં કાર્યકર્તા ચૂંટણી કરાવવા માટે દળોની વર્દી પહેરીને રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે. 

બેનર્જી દક્ષિણ પરગણા જિલ્લાના બસંતી વિસ્તારમાં એક રેલીમાં કહ્યું કે, હું કેન્દ્રીય દળોનું અપમાન નથી કરી રહી. પરંતુ તેમને મતદાતાઓને પ્રભાવિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાનાં નામે ભાજપ પરાણે આરએસએસ અને ભાજપ કાર્યકર્તાઓને અહી મોકલી રહ્યું છે. 

ચંબામાં બોલ્યા અમિત શાહ: ફરી વખત સત્તામાં આવી ભાજપ તો દૂર કરી દઇશું કલમ 370
મને શંકા છે કે આરએસએસ કાર્યકર્તાઓને (કેન્દ્રીય દળોની) વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બેનર્જીએ કહ્યું કે, ઘાટલ ચૂંટણી વિસ્તારમાં ભાજપ ઉમેદવાર ભારતી ઘોષની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલ કેન્દ્રીય દળોનાં અધિકારીઓની ગોળીબારમાં તૃણમુલ કોંગ્રેસનો કાર્યકર્તા ઘાયલ તઇ ગયો. આજે કેન્દ્રીય દળોએ એકવાર ફરી ગોળીબાર કર્યો જેમાં લઘુમતી સમુદાયમાંથી આવતો મારો વધારે એક ભાઇ ઘાયલ થઇ ગયો. કેન્દ્રીય દળનાં કર્મચારીઓ લાઇનમાં ઉભેલા મતદાતાઓને ભગવા પાર્ટીના પક્ષમાં મતદાન કરવા માટે કહી રહ્યા હતા. 

બેનર્જીએ કહ્યું કે, તેઓ એવું કઇ રીતે કરી શકે છે. મતદાતાઓને ભાજપ માટે મતદાન કરવા માટે કહેવુ શું કેન્દ્રીય દળોનું કામ છે. કેટલાક સેવાનિવૃત અધિકારીઓને મોદી સરકારની તરપથી અહીં મતદાન કરાવવા માટે પ્રયોગમાં લાવવામાં આવી રહ્યા છે અને તેમને જે સમજાઇ રહ્યું છે તેવું તેઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તમને આ કરતા શરમ આવવી જોઇએ. અહીં પોતાનું કર્તવ્ય નિભાવવા માટે છે. આજે વડાપ્રધાન મોદી હેઠળ કામ કરી રહ્યા છે, કાલથી બીજા કોઇ વ્યક્તિ હેઠળ હશે. ત્યારે તમે શું કરશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news