AJAB GAJAB NEWS: બોયફ્રેન્ડ પાસે યુવતીએ બનાવડાવ્યો રિઝ્યૂમ, જોયા વગર કર્યો ફોરવર્ડ, HR સુધી પહોંચી પ્રાઈવેટ વાત

world of buzz ના સમાચાર મુજબ, એક કંપનીએ પોતાની પાસે આવેલા એક રિઝ્યૂમનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ બાયોડેટા જોઈને લોકો હવે હસવાનું રોકી રહ્યા નથી. આ બાયોડેટા એક યુવતીએ કંપનીને મોકલ્યો હતો.

AJAB GAJAB NEWS: બોયફ્રેન્ડ પાસે યુવતીએ બનાવડાવ્યો રિઝ્યૂમ, જોયા વગર કર્યો ફોરવર્ડ, HR સુધી પહોંચી પ્રાઈવેટ વાત

Ajab Gajab News: રિઝ્યુમના આધારે કંપનીઓ નોકરીમાં ઉમેદવારોની પસંદગી કરે છે. દરેક વ્યક્તિ સારો રિઝ્યુમ મોકલીને HR ને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેમના બાયોડેટાને શ્રેષ્ઠ બનાવવા માટે કોઈ અન્યની મદદ લે છે. આવું કરવું એક છોકરીને ભારે પડી ગયું હતું. છોકરીને તેના બોયફ્રેન્ડ પાસે બાયોડેટા બનાવ્યો હતો. પરંતુ છોકરીની સૌથી મોટી ભૂલ એ દીધી કે તેણે બાયોડેટા જોયા વિના તેને HRને ફોરવર્ડ કરી દીધો.

બોયફ્રેન્ડ પાસે બાયોડેટા બનાવીને કર્યો ફોરવર્ડ
world of buzz ના સમાચાર મુજબ, એક કંપનીએ પોતાની પાસે આવેલા એક રિઝ્યૂમનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ બાયોડેટા જોઈને લોકો હવે હસવાનું રોકી રહ્યા નથી. આ બાયોડેટા એક યુવતીએ કંપનીને મોકલ્યો હતો. આ રિઝ્યુમમાં બીજું બધું બરાબર હતું, પણ HRની નજર મેઈલના નીચેના ભાગે લખેલા મેસેજ પર પડી. આ મેસેજ જોઈને સમજાયું કે છોકરીને તેનો બાયોડેટા તેના બોયફ્રેન્ડ પાસે બનાવડાવ્યો હતો.

ગર્લફ્રેન્ડની સૌથી મોટી ભૂલ એ હતી કે તેને નવા મેલમાં એટેચ કરીને મોકલવાને બદલે તેણે મેઈલ કંપનીને ફોરવર્ડ કરી દીધી. આ કારણે તેના બોયફ્રેન્ડે મેઈલની નીચે કેટલીક અંગત વાતો લખી હતી, જે કંપનીના HR સુધી પહોંચી હતી. તેમાં લખેલી વાતો વાંચીને HR ડિપાર્ટમેન્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nik (@nikakmal00)

HR એ સ્ક્રીનશોટ શેર કર્યો
ખરેખર, મેલમાં નીચે લખેલું હતું, 'મેરી જાન.. આ લો તમારો રિઝ્યૂમ. મેં તેને બનાવી દીધો છે. એકવાર ચેક કરી લો કે બરાબર છે કે નહીં? જો તેમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોવ તો મને જણાવો. બોયફ્રેન્ડે મેલમાં કેટલાક કિસિંગ ઇમોજી પણ મૂક્યા હતા. ત્યારબાદ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડે મોકલેલો મેઈલ જેમ છે તેમ HRને મોકલ્યો. આ મેઈલનો સ્ક્રીનશોટ HR દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી વાયરલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news