local body elections

Corona: દેશમાં અચાનક કેમ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા કોરોનાના કેસ? આ રહ્યું કારણ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-19ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી. 

Apr 7, 2021, 09:03 AM IST

સાસુ જે ન કરી શક્યાં તે વહુએ કરી બતાવ્યું, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્લિન સ્વિપ કરી અધ્યક્ષ બન્યા

નગરપાલિકામાં આજે પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ઉમેદવારી માટેનાંનવા માપદંડોને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેન વિજય બનતા આજે તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે. 

Mar 15, 2021, 06:38 PM IST

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ 'શહેન'શાહે ટ્વીટ કરી આભાર માન્યો

રાજ્યની 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. જેમાં ભાજપનું પ્રદર્શન ખુબ જ આક્રમક રહ્યું હતું. દુર દુર સુધી કોઇ બીજો પક્ષ જોવા નથી મળી રહ્યો.  ભાજપ દ્વારા અનેક નવા ઉમેદવારો ઉતારાયા હોવા ઉપરાંત ઉંમરલાયક ઉમેદવારોને ટિકિટ નહી આપવા છતા અનેક પ્રયોગો હોવા છતા પણ ભાજપને જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ચુક્યા છે. શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા. 

Mar 2, 2021, 10:57 PM IST

Gujarat Local Body Election: ચૂંટણી પરિણામોની અત્યાર સુધીની 10 મોટી વાતો...ખાસ જાણો

આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) થઈ રહી છે.

Mar 2, 2021, 11:36 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરમાં પ્રચાર પ્રસાર

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન થનાર છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં રેલી યોજીને મત માગ્યા હતા અને સાથે જીત થવાની છે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા જીલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ૯૭ ઉમેદવારો, આઠ તાલુકા પંચાયતની ૧૭૨ બેઠક માટે ૪૫૦ ઉમેદવારો અને ત્રણ નગરપાલિકાની ૬૨ બેઠક માટે ૧૨૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાવવાની છે, ત્યારે આજે સાંજે ૫ વાગે ચુંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે ત્યારે પાચ વાગ્યા બાદ ઉમેદવારો ખાટલા બેઠક યોજશે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પ્રચારના અંતિમ દિવસ જેને લઈને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો. 

Feb 26, 2021, 05:05 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે પોલીસ તંત્ર સજ્જ, બહાર નિકળતા પહેલા ખાસ વાંચી લેજો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધીની કામગીરી અંગે માહિતી આપી હતી. રાજ્યમાં એક મહિનામાં 1401 ભાગેડુ આરોપીઓ પકડી પાડ્યા છે. 14486 હથિયાર જમા કરાયા છે. 97 આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં 8 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે. 3411 મથકો પર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. 

Feb 19, 2021, 07:45 PM IST

ભાજપ ચૂંટણી લડ્યા વગર જ જીતી જશે કે શું? ગુજરાતમાંથી કુલ 36 ઉમેદવારો બિનહરીફ

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વધુ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અગાઉ 29 ઉમેદવારો અધિકારીક રીતે બિન હરીફ જાહેર થઇ ચુક્યા છે. ગુજરાતમાં જાણે વિપક્ષ જેવું બચ્યું  જ ન હોય તે પ્રકારે ભાજપ ચૂંટણી લડ્યા વગર જ જીત પ્રાપ્ત થઇ રહી છે. ભાજપનાં અત્યાર સુધીમાં 38 ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તેવામાં હજી પણ અનેક ઉમેદવારો બિનહરિફ જાહેર થાય તેવી શક્યતાઓ છે. તેવામાં કોંગ્રેસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

Feb 15, 2021, 07:14 PM IST

CM Rupani હાલ 24 કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ, આજના તમામ કાર્યક્રમો કરાયા રદ

 ગઇકાલે વડોદરાની (Vadodara) સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં (UN Mehta Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.

Feb 15, 2021, 08:15 AM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 1.34 કરોડની રોકડ સાથે યુવક ઝડપાતા ચકચાર

: રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે. તેવામાં રામોલ પોલીસ દ્વારા 1.34 કરોડ રૂપિયાની રકમ સાથે આંગડીયા પેઢીના કર્મચારીને રિંગરોડ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. યુવકને રોકડ રકમ અંગે પુછતા તેની સાથે રકમ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય તેવા 1.34 કરોડની રોકડ રકમ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે. 

Feb 11, 2021, 07:13 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

  • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
  • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
  • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

અમે એક સ્વાયત સંસ્થા, રાજકીય દબાણ વગર કામ કરે છે: હાઇકોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવા ની માંગ સાથે થયેલી અરજી માં ચૂંટણી પંચે રજૂ કર્યો પોતાનો જવાબ. ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચે 303 પાનાનું કર્યું સોગંદનામું કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું  હતું. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની કોર્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા હોવાથી આ પ્રકારનું કોઇ પક્ષાપક્ષીમાં પંચ પડે તે આરોપ પાયાવિહોણો છે. 

Feb 8, 2021, 03:38 PM IST

ભાજપે રાજકોટના ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 18 વોર્ડમાં કોને કોને મળી ટિકિટ

પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે હવે ભાજપ મેદાનમાં આવ્યું છે. સૌથી પહેલા ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 18 વોર્ડના તમામ ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે. 

Feb 4, 2021, 02:19 PM IST

વડોદરામાં ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારીને ભાજપ આપશે ટિકિટ : સૂત્ર

વડોદરામાં કોર્પોરેશનની 76 બેઠક પર ચૂંટણી (Local Body Polls) લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ત્રણ જ દિવસમાં 750 ફોર્મનો ઉપાડ થયો છે. જોકે, હજી સુધી એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી નથી. આજથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. અપક્ષ ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવશે. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 5-6 ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવશે. 

Feb 4, 2021, 11:16 AM IST

ગુજરાતના રાજકારણ પર એક નજર, જાણો બપોર સુધીના ચૂંટણીના મહત્વના અપડેટ્સ

  • સર્વેમાં 6 મનપા માટે ભાજપ તરફી વાતાવરણ હોવાનો રિપોર્ટ મળ્યો છે, પરંતું જિલ્લા પંચાયત તાલુકા પચાયતમાં ભાજપને મુશ્કેલી પડી શકે છે
  • ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસમાં ધમાસાણ સર્જાયું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સાહિત તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા

Feb 3, 2021, 02:51 PM IST

શું શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે? ચૂંટણી પહેલા બાપુની ઘરવાપસીની ચર્ચા ઉઠી

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા જોડવાની વાતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે કે, બાપુના સર્મથકોની ઇચ્છા છે કે બાપુ કોંગ્રેસમા જોડાય. જોકે, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, બાપુ કોંગ્રેસમાં જોડાવાના નથી. વધુ વાત તો ખુદ બાપુ કહી શકશે. અમારા સુધી આવી કોઈ વાત આવી નથી. 

Feb 3, 2021, 02:14 PM IST

ચૂંટણીમાં નારાજગીના દોર વચ્ચે સુરતમાં બે દિવસમાં 1351 ફોર્મ ઉપડ્યા

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સુરતના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ
  • સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 21 ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાશે
  • 6 ફેબ્રુઆરીનાં રોજ ફોર્મ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થશે, 9મી સુધીમાં પાછા ખેંચી શકાશે

Feb 3, 2021, 12:06 PM IST