Maharashtra Political Crisis: શિવસેનાનું બળવાખોર MLAs ને અલ્ટીમેટમ, એકનાથ શિંદેએ આપ્યો આ જવાબ

Maharashtra Political Crisis Live Updates: મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે.

Maharashtra Political Crisis: શિવસેનાનું બળવાખોર MLAs ને અલ્ટીમેટમ, એકનાથ શિંદેએ આપ્યો આ જવાબ

Maharashtra Political Crisis Live Updates: મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી. સીએમ ઉદ્ધવ ઠાકરે પોતે કોરોના પોઝિટિવ હોવાના કારણે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાયા હતા. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર  સરકારમાં મંત્રી પણ છે. 

શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ આપ્યો જવાબ
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના વ્હિપને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે પાર્ટી ઉપર પણ દાવો ઠોક્યો. શિવસેનાના અલ્ટીમેટમ પર એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યું કે ભરત ગોગવલને શિવસેના વિધાયક દળના ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી વિધાયક દળની બેઠક અંગે સુનિલ પ્રભુ દ્વારા જે આદેશ બહાર પાડવામાં આવ્યો તે ગેરકાયદેસર છે. 

— ANI (@ANI) June 22, 2022

બળવાખોર વિધાયકોને અલ્ટીમેટમ
એકબાજુ એકનાથ શિંદે પોતાની સાથે 46 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ હવે શિવસેનાએ એક લેટર બહાર પાડ્યો છે અને બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે.  શિવસેનાએ કહ્યું છે કે જો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તેઓ મુંબઈ પાછા નહીં ફરે તો તેમની સદસ્યતા રદ કરી નાખવામાં આવશે. પત્રના છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે જો તમે વિધાયક દળની બેઠકમાં નહીં આવો તો એવું માનવામાં આવશે કે તમે પાર્ટી તોડવા માંગો છો અને તમારી સદસ્યતા રદ્દ થઈ શકે છે. 

— ANI (@ANI) June 22, 2022

સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે કહ્યું કે જ્યારે રાજ્યમાં આવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે વિધાનસભા ભંગ થાય છે. ધારાસભ્યોના અપહરણ કરીને તેમને બહાર લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમે ધારાસભ્ય નિતિન દેશમુખ વિશે સાંભળ્યું હશે તેમને ધમકી આપવામાં આવી અને ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ કરાયા, ઈન્જેક્શન અપાયા. તેમનું તો એવું કહેવું છે કે તેમની હત્યાનો પ્રયત્ન કરાયો. 

— ANI (@ANI) June 22, 2022

ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું
સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સીએમ પદેથી રાજીનામું આપી શકે છે. થોડીવારમાં કેબિનેટની બેઠક થવાની છે. જેના પર સૌની નજર છે. રાજીનામા પહેલા ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટી શિવસેનાના તમામ સાંસદો અને વિધાયકો સાથે વાતચીત પણ કરશે. 

વધુમાં વધુ અમારી સત્તા જશે- રાઉત
સમગ્ર મામલે હવે શિવસેના નેતા સંજય રાઉતે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. 

રાજ્યપાલને થયો કોરોના
મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઘમાસાણ જોવા મળી રહ્યું છે તે વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ થયા છે. તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

— ANI (@ANI) June 22, 2022

રાજ્યપાલને લખી શકે છે પત્ર
સૂત્રોના જણાવ્યાં મુજબ એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્ર દ્વારા તેઓ લગભગ 40 વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો નિર્ણય લેશે. આ નિર્ણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા અસમના સીએમ
અસમના ધારાસભ્ય હિમંત બિસ્વા સરમા ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

ગુવાહાટીમાં શિંદેનું નિવેદન
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદે પોતાના સાથી વિધાયકો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. ગુવાહાટીમાં તેમણે કહ્યું કે અહીં 40 વિધાયકો છે અને અમે બધા બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને તેમની ભૂમિકાને આગળ લઈ જવા માંગીએ છીએ. મારે તેના પર કોઈ ટીકા ટીપ્પણી કરવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news