Maharashtra: નિતિન દેશમુખનું ચોંકાવનારું નિવેદન- 'સુરતમાં મારી તબિયત બગડી જ નહતી, મને નજરકેદ કર્યો હતો'

શિંદે જૂથમાંથી પાછા ફરેલા નિતિન દેશમુખે નાગપુર પહોંચતા જ જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું છે કારણ કે તેમણે અપહરણનો આરોપ લગાવ્યો છે. 

Maharashtra: નિતિન દેશમુખનું ચોંકાવનારું નિવેદન- 'સુરતમાં મારી તબિયત બગડી જ નહતી, મને નજરકેદ કર્યો હતો'

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. જો કે આ બધા વચ્ચે તેમના જૂથના એક શિવસેના ધારાસભ્ય નાગપુર પાછા ફર્યા છે. શિંદે જૂથમાંથી પાછા ફરેલા નિતિન દેશમુખે નાગપુર પહોંચતા જ જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું છે કારણ કે તેમણે અપહરણનો આરોપ લગાવ્યો છે. 

નાગપુર પાછા ફરેલા શિવસેનાના ધારાસભ્ય નિતિન દેશમુખે કહ્યું કે તેમનું અપહરણ થયું હતું અને સુરત લઈ જવાયા હતા.જ્યાંથી તેઓ પાછા આવી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ બાળાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છે અને તેઓ ઘરે પાછા ફર્યા છે. નિતિન અકોલા જિલ્લાના બાલાપુરથી શિવસેના ધારાસભ્ય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

નાગપુર પહોંચતા જ નિતિન દેશમુખે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, સુરતમાં મારી તબિયત બગડી જ નહતી, મને નજરકેદ કરવામાં આવ્યો હતો. 20-25 લોકોએ પકડીને મને ઈન્જેક્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ સુરતથી જ નાગપુર પાછા ફરવા માંગતા હતા. પરંતુ 100-200 પોલીસકર્મીઓ તેમની પાછળ હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા અને પાછા આવવા દેવાતા નહતા. નિતિન દેશમુખે દાવો કર્યો કે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. એવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે તેમને એટેક આવ્યો પરંતુ હું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે છું. મને બીપી કે શુગરની પણ કોઈ બીમારી નથી. 

અત્રે જણાવવાનું કે નિતિન દેશમુખ એકનાથ શિંદે સાથે મંગળવારે સુરત પહોંચેલા વિધાયકોમાં સામેલ હતા. જો કે નિતિન દેશમુખના પત્ની પ્રાંજલી નિતિન દેશમુખે પતિના ગુમ થવાની ફરિયાદ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે ગઈ કાલે સાંજે જ્યારે ચૂંટણી થઈ અને ટ્રેનમાં બેસતા પહેલા તેમણે મારી સાથે વાત કરી કે તેઓ અકોલા માટે નીકળી રહ્યા છે. પરંતુ રાતથી તેમનો કોઈ સંપર્ક થયો નથી. તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ છે. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

રાઉતે કહ્યું કે વિધાયકો જરૂર પાછા આવશે
આ બાજુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ મહારાષ્ટ્રની હાલની સ્થિતિ અંગે કહ્યું કે જ્યારે આ પ્રકારની સ્થિતિ કોઈ રાજ્યમાં બને છે તો ઈતિહાસ છે કે વિધાનસભા ભંગ થાય છે. મહારાષ્ટ્રમાં પણ કઈક આવી જ સ્થિતિ છે. મને વિશ્વાસ છે કે શિવસેનાના જે પણ વિધાયક ગુવાહાટીમાં બેઠા છે તેઓ વિચારશે અને પરિવારમાં પાછા સામેલ થશે. તેમણે એમ પણ કહ્યું કે મહાવિકાસ આઘાડી તે અંગે એક સાથે નિર્ણય લેશે. પરંતુ જ્યાં સુધી વિધાયકો મુંબઈ પાછા ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાશે નહીં. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2022

અમારી સાથે 46 ધારાસભ્યો-એકનાથ શિંદે
આ બાજુ બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે અમારી સાથે હાલ 46 ધારાસભ્યો છે. જેમાંથી 6-7 અપક્ષ ધારાસભ્યો છે. બાકીના શિવસેના એમએલએ છે. આગળ જતા આ નંબર વધશે. અત્યારે તો અમને ભાજપ તરફથી કોઈ પ્રપોઝલ મળી નથી કે અમારી તેમની સાથે કોઈ વાતચીતની યોજના નથી. અમે બાળાસાહેબ ઠાકરેના શિવસૈનિકો છીએ અને શિવસૈનિકો જ રહીશું. અત્યારે તો અમારી શિવસેના કે સીએમ સાથે કોઈ વાતચીત થવાની નથી. આગળ શું કરીશું તેના પર હાલ અમે વિચાર્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news