મહેન્દ્રસિંહ ધોનીના બે ફ્લેટની થશે હરાજી, જાણો શું છે કારણ?

રાંચી સ્થિત બિલ્ડીંગની હરાજી થઇ તો કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને નુકસાન ભોગવવાનો વારો આવશે. 

મહેન્દ્રસિંહ ધોનીના બે ફ્લેટની થશે હરાજી, જાણો શું છે કારણ?

સની શરદ, રાંચી : ટીમ ઇન્ડિયાના વિકેટ કિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના રાંચી સ્થિત બે ફ્લેટની આજે હરાજી થવાની છે. 1100 ચો.ફૂટ અને 900 ચો.ફૂટના આ બે ફ્લેટ કોમર્શિયલ છે. રાંચીના ડોરંડામાં શિવમ પ્લાઝા નામના આ બ્લિડીંગમાં ધોનીએ આ બે ફ્લેટ ખરીદ્યા હતા. જોકે આરોપ છે કે બિલ્ડર દુર્ગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હુડકોને આ લોન નહીં ચૂકવાતાં હુડકો દ્વારા હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન આ ફ્લેટ હરાજી કરવા જઇ રહ્યું છે અને એનું નુકસાન મહેન્દ્રસિંહ ધોનીને પણ ભોગવવાનો વારો આવશે. 

રાંચીના પોશ વિસ્તાર સ્થિત શિવમ પ્લાઝાના પહેલા અને ચોથા માળ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બે ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ શિવમ પ્લાઝાએ હુડકોને લોન નહીં ચૂકવતાં હરાજીની તૈયારીઓ કરાઇ છે. આ માટે બિલ્ડીંગનું બે વખત અલગ અલગ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું છે. અલ્હાબાદ સ્થિત લોન વસૂલી અપીલીય ન્યાયાધિકરણમાં હરાજીની બેઝ વેલ્યૂ નક્કી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 

ન્યાયાધિકરણ તરફથી છ કરોડની લોન માટે વ્યાજ અને મૂડી પ્રાપ્ત કરવા માટે હરાજી કરવામાં આવશે. હરાજીથી પ્રાપ્ત થનાર રકમ હુડકો પોતાના ખાતામાં જમા લેશે. હરાજી લોનવાળી આખી બિલ્ડીંગ માટે થશે. જોકે દુર્ગા ડેવલપર્સના નિર્દેશક નિલય ઝા માને છે કે, હુડકો સાથે એમની લોનને લઇને વિવાદ છે પરંત તે મહેન્દ્રસિંહ ધોનીના બે ફ્લેટનું અન્ય સ્થળે સેટલમેન્ટ કરી ચૂક્યા છે, જ્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોરમાં ધોનીના ફ્લેટની વાત છે કે એનું 3 કરોડનું ચૂકવણું હુડકોને કરી દેવાયું છે. જેમાં તે હુડકો વિરૂધ્ધ કોર્ટમાં જવાની તૈયારી પણ કરી રહ્યા છે. 

દુર્ગા ડેવલપર્સે શિવમ પ્લાઝા બનાવવા માટે હુડકો પાસેથી 12 કરોડ 95 લાખની લોન લીધી હતી. જેનાથી ગ્રાઉન્ડ ઉપરાંત 10 ફ્લોર બનાવાયા હતા. આ દરમિયાન જમીન માલિક સાથે દુર્ગા ડેવલપર્સને વિવાદ થયો હતો. જેને પગલે હુડકોએ દુર્ગા ડેવલપર્સને છ કરોડ આપ્યા બાદ લોનની બાકીની રકમ અટકાવી દીધી હતી. 6 ફ્લોર સુધીની કામ પૂર્ણ થયા બાદ અટકી ગયું હતું. લોન ચૂકવવામાં લેટ થતાં હુડકોએ આ કંપનીને ડિફોલ્ટર તરીકે જાહેર કરી હતી. જોકે મહેન્દ્રસિંહ ધોનીએ બે ફ્લેટ માટે દોઢ કરોડ રૂપિયા આપી દીધા હતા. 

આ મામલે માહીના ભાઇ નરેન્દ્રસિહ ધોનીએ હુડકો સામે આરોપ લગાવતાં કહ્યું કે, હુડકોને લીધે આ પ્રોજેક્ટ અટકી ગયો છે. અમે ત્રણ કરોડ રૂપિયા આપી ચૂક્યા છીએ. પરંતુ જો હુડકોએ દુર્ગા ડેવલપર્સને લોન આપી હતી તો એની નોટિસ બિલ્ડીંગમાં કેમ લગાવી ન હતી. અમને ક્યાંથી ખબર પડે કે બિલ્ડીંગ લોન લઇને બનાવાઇ છે. બિલ્ડર અને હુડકોએ ભેગા મળીને અમને ફસાવી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news