રેસ-3ની સફળતાથી હવામાં ઉડી રહેલા સલમાન ખાનનું ગૂગલે કાપી લીધું નાક

સોશિયલ મીડિયા પર ચર્ચા વાઇરલ થઈ રહી છે 

રેસ-3ની સફળતાથી હવામાં ઉડી રહેલા સલમાન ખાનનું ગૂગલે કાપી લીધું નાક

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ-3એ રિલીઝની સાથે જોરદાર કમાણી કરી છે અને એ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ ફિલ્મને ખાસ સારા રિવ્યુ ન મળ્યો હોવા છતાં એણે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂ.ની જબરદસ્ત કમાણી કરી છે.  સલમાનની ફિલ્મને આટલી સફળતા મળી હોવા છતાં ગૂગલે તેને ભારતનો સૌથી ખરાબ એક્ટર જાહેર કરી દીધો હતો. થોડા સમય પહેલાં જ્યારે ગૂગલ પર સૌથી ખરાબ ભારતીય એક્ટર સર્ચ કરવામાં આવતા હતા ત્યારે પહેલું નામ સલમાનનું આવતું હતું. જોકે હવે આ ભુલ સુધારી લેવામાં આવી છે. 

સલમાન ખાનને 'worst Bollywood Actor' ગણાવતા સ્ક્રીન શોર્ટ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર બહુ જલ્દી વાઇરલ થઈ ગયા છે. કેટલાક યુઝર સલમાનને ટ્રોલ કરે છે તો કેટલાક આ વાતને ગૂગલની ભુલ ગણાવે છે. આ વાતનો આધાર લઈને  અમુક યુઝર તો તેની લેટેસ્ટ ફિલ્મ રેસ 3ને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. 

— Abhilash 🔥 (@abhiemi0344) June 17, 2018

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' ઇદ પર રિલીઝ થઈ છે અને ફિલ્મને પહેલા દિવસથી બોક્સઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂ.ની કમાણી કરી છે.  આ ફિલ્મને બહુ સારા રિવ્યુ નથી મળ્યા પણ આમ છતાં દર્શકો મોટી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે ઉમટી રહ્યા છે જેના કારણે આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂ.નો બિઝનેસ કરી લીધો છે. જોકે આ ફિલ્મની સોશિયલ મીડિયામાં ભારે મજાક થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news