મહેન્દ્રસિંહ ધોની 0

કચ્છ: ધોનીની પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતને શર્મસાર કરનાર નરાધમ કિશોરની અટકાયત

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચ દરમિયાન બુધવારે 168 રનનાં સરળ ટાર્ગેટને પ્રાપ્ત નહી કરી શકવાના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો 10 રનથી પરાજય થયો હતો. જેના પગલે મેચ બાદ કેપ્ટન ધોની અને કેટલાક બેટ્સમેન ફેન્સની ટીકાનો શિકાર બન્યા હતા. જેમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોની મુખ્યા હતા. કેદારે 12 બોલમાં માત્ર 7 જ રન બનાવતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેના પગલે કેટલાક યુઝર્સે ખુબ જ શરમજનક ટિપ્પણી કરી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે એક ફેન દ્વારા ધોનીની નાનકડી પુત્રી વિશે ખુબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. 

Oct 11, 2020, 09:48 PM IST

ક્રિકેટની રમતમાં ઝળહળતા 'ધોની યુગ'નો અંત, સૌરવ ગાંગુલીએ કહ્યું- બરાબરી કરવી ખુબ મુશ્કેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે નિવૃત્તિ જાહેર કરી તેના પર નિવેદન આપ્યું છે. તેમણે ધોનીના ભરપૂર વખાણ કર્યાં. ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા. બંને દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. 

Aug 16, 2020, 07:48 AM IST

B'day Special: ક્રિકેટ સિવાય પણ ધોનીની છે એક અલગ દુનિયા...આ 11 વાતો તમે જાણો છો?

ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે પોતાનો 39મો બર્થડે ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને 2014માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન રહેલા ધોનીની ક્રિકેટ કરિયર સંબંધિત બધી વાતો ક્રિકેટ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ ક્રિકેટ સિવાય પણ ધોનીની એક અલગ દુનિયા છે જેની કેટલીક જાણી અજાણી એવી વાતો છે જે કદાચ જ તમને ખબર હોય. આવો આજે ધોનીના જન્મદિવસે તમને આવી જ 11 વાતો જણાવીએ....

Jul 7, 2020, 10:43 AM IST

ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO 

કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

Jun 28, 2020, 12:27 PM IST

'હું પણ દબાણ અનુભવું છું, મને પણ ડર લાગે છે,' જાણો ધોનીએ કેમ કહ્યું?

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની કે જેમને કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખે છે તેમણે એક મોટો ખુલાસો કરતા સ્વીકાર્યું કે તેમના ઉપર પણ દબાણની અસર થાય છે અને તેમને પણ ડર લાગે છે. માનસિક સ્વાસ્થ્યના એક કાર્યક્રમમાં ધોનીએ સ્પષ્ટ શબ્દોમાં મેન્ટલ કન્ડિશનિંગ કોચની પેરવી કરતા કહ્યું કે ખેલ ગમે તે હોય પણ ખેલાડીઓ પર દબાણ હંમેશા રહે છે અને આ દબાણના કારણે અનેકવાર ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૂટી પણ જાય છે. આવા સમયમાં જો સૌથી વધુ કઈ કામે લાગે તો તે છે મેન્ટલ કન્ડિશનિંગ કોચ. 

May 8, 2020, 02:19 PM IST

BCCI Contract List: કેરિયર પર પૂર્ણ વિરામ? BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. 

Jan 16, 2020, 02:53 PM IST

એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે હાલ ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હોય, પરંતુ કોઈને કોઈ કારણે તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમજ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે તેમની દીકરી ઝીવા (Ziva Dhoni) હંમેશા સોશિયલ મીડિયામાં ચમકતી રહે છે. ઝીવા ધોની કોઈ સ્ટારથી ઓછી નથી. તેની તસવીરો અને વીડિયો હંમેશા લોકોને પસંદ આવે છે. આવામાં ઝીવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે અને તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની લાડલી દીકરી ભજન ગાતી દેખાઈ રહી છે.

Jan 4, 2020, 11:37 AM IST

મહેન્દ્રસિંહ ધોનીને સંન્યાસ લેવા કરાયો ઇશારો? MSK પ્રસાદે કરી મોટી વાત

એમ એસ ધોની (MS Dhoni) ને બાંગ્લાદેશ વિરૂધ્ધ રમાનાર સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં સમાવાયો નથી. આ સંજોગોમાં શું મહેન્દ્રસિંહ ધોની (mahendra singh dhoni) ને સંન્યાસ લેવા ઇશારો કરાયો છે? આ મામલે એમએસકે પ્રસાદે (MSK Prasad) મોટી વાત કરી છે...

Oct 25, 2019, 12:39 PM IST

ધોની મચાવશે ધુમ: મેનેજરે કહ્યું સંન્યાસ લેવાનો કોઇ  જ ઇરાદો નથી

ભારતીય ટીમના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચારો વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેનું નિવેદન સામે આવ્યું છે. અરૂણ પાંડેએ કહ્યું કે, ધોનીનો હાલ સંન્યાસનો કોઇ જ ઇરાદો નથી. હાલ માહી રમત માટે સંપુર્ણ ફીટ છે. હાલમાં માહીનું ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું કોઇ જ આયોજન નથી. 

Jul 19, 2019, 08:47 PM IST

પૂર્વ કેન્દ્રીય મંત્રીનો દાવો, 'ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધોની'

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોમની ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજાકારણની પીચ પર નવી શરૂઆત કરી શકે છે.

Jul 13, 2019, 07:35 AM IST

ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ

ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય. 

Jun 7, 2019, 09:25 PM IST

World Cup 2019: દિનેશ કાર્તિકનું દર્દ બહાર આવ્યું, ધોની છે ત્યાં સુધી હુ તો માત્ર ફર્સ્ટ એડ કિટ !!

વિશ્વકપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિકેટકિપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ 15 ખેલાડીઓમાં સમાવેશ કરાયો છે. જોકે આ સંજોગોમાં દિનેશ કાર્તિકે પોતાની વ્યથા લાગણી દર્શાવતાં મોટી વાત કરી છે. કાર્તિકે લાગણી વ્યક્ત કરી છે કે ધોની છે ત્યાં સુધી તો હું માત્ર ફર્સ્ટ એડ કિટ જેવો જ છું.

Apr 17, 2019, 01:24 PM IST

આજથી IPL 12નો પ્રારંભ : વિરાટના 'વિર' અને ધોનીના 'ધુરંધર' સામ સામે ટકરાશે

Chennai Super Kings vs Royal Challengers Bangalore ની પ્રથમ મેચ સાથે આજથી બહુપ્રતિક્ષિત આઇપીએલની શરૂઆત થવા જઇ રહી છે

Mar 23, 2019, 12:15 AM IST

VIDEO: હાર્દિક બોલ્યો-‘ગજબ..કા મારા હૈ માહી‘, જવાબમાં ધોનીએ કહ્યું-‘હમ તો પંડ્યા કા ફૈન વા’

ધોની અને પંડ્યાનો આ વીડિયો-યૂટ્યૂબ પર ટોપ ટ્રેન્ડિંગમાં છે. જેમાં તે ભોજપુરીમાં વાતચીત કરતા દેખાઇ રહ્યા છે. 

Jan 2, 2019, 12:00 AM IST

ટી-20માંથી ધોની કેમ પડતો મૂકાયો? ચીફ સિલેક્ટર MSK પ્રસાદે આખરે જણાવ્યું કારણ 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સાથે ભારતમાં રમાનારી ટી-20 મેચો માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાતમાં વેસ્ટ ઈન્ડિઝની સાથે ઘરેલુ મેદાનો પર અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિદેશમાં રમાનારી ટી-20 મેચોની ભારતીય ટીમમાં ધોનીને જગ્યા ન અપાતા હોબાળો મચ્યો છે. એક અન્ય મોટા ફેસલામાં કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચોમાં આરામ અપાયો છે. તેની જગ્યાએ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ સંભાળશે. 

Oct 27, 2018, 10:43 AM IST

Asia Cup 2018 : પાકિસ્તાનઃ162 ઓલઆઉટ, ભારત164/2 (29 ઓવર), 8 વિકેટે ભારતનો વિજય

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છે. બંને ટીમો પહેલેથી જ સુપર 4માં પહોંચી છે. જોકે આ મેચના હારવા જીતવાથી ફાઇનલમાં જવા અંગે કોઇ ફરક નહીં પડે. 

Sep 19, 2018, 05:42 PM IST

સંપર્ક ફોર સમર્થન: મહેન્દ્રસિંહ ધોનીને મળવા પહોંચ્યા અમિત શાહ, જાણો વિગતો

સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ ભાજપના તમામ નેતાઓ પોત -પોતાના સંસદીય ક્ષેત્રના વ્યક્તિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે

Aug 5, 2018, 09:57 PM IST

ધોનીની 'લાડલી' બની હાર્દિક પંડ્યાની ચિયરલીડર, જુઓ સુપરક્યુટ VIDEO

ડબલિનમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 355થી વધુ સ્ટ્રાઈક રેટથી આવેલા વાવાઝોડાએ આયરલેન્ડને તબાહ કરી નાખ્યું. આ વાવાઝોડુ હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. જેણે ફક્ત 9 બોલ પર 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને અણનમ 32 રન ઠોકી નાખ્યાં. પરિણામે ભારતીય મીડલ ઓર્ડરને તોડીને આયરલેન્ડની જે થોડી ગણી આશા બચી હતી તે સમાપ્ત થઈ ગઈ અને મેચ ભારતે જીતી લીધી. હાર્દિકની આ પાવરપેક પરફોર્મન્સ કોના કારણે હતું તે જાણો છો? આ અંગેનો ખુલાસો હાર્દિકે પોતાના પાવરફૂલ નોક બાદ કર્યો છે અને તે છે ધોનીની સ્વીટ પુત્રી જીવા.

Jun 30, 2018, 02:55 PM IST

મહેન્દ્રસિંહ ધોનીના બે ફ્લેટની થશે હરાજી, જાણો શું છે કારણ?

રાંચી સ્થિત બિલ્ડીંગની હરાજી થઇ તો કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને નુકસાન ભોગવવાનો વારો આવશે. 

Jun 19, 2018, 12:30 PM IST

ભારતીય ક્રિકેટને મળ્યો એક જબરદસ્ત ફિનિશર, જેણે ધોનીના ધુરંધરોને આપી ધોબીપછાડ

કોલકાતાની ટીમના કેપ્ટન એવા આ ખેલાડીએ બતાવી દીધુ કે ચૂપચાપ કેવી રીતે વિરોધી ટીમનું કામ તમામ કરી શકાય છે.

May 4, 2018, 03:46 PM IST