કર્ણાટક પછી હવે વારો મધ્ય પ્રદેશનો, કોંગ્રેસે બનાવી લીધો છે મોટો પ્લાન

કર્ણાટક પછી હવે મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ વેગ પકડી રહ્યો છે

કર્ણાટક પછી હવે વારો મધ્ય પ્રદેશનો, કોંગ્રેસે બનાવી લીધો છે મોટો પ્લાન

નવી દિલ્હી/ભોપાલ : કર્ણાટક પછી હવે મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ વેગ પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. મિશન 2018માં જીત મેળવવા માટે બીજેપી અને કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સામે બીજેપી મોટો પડકાર છે કારણ કે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે. 

હાલમાં મધ્ય પ્રદેશની 230 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસનો 57 સીટ પર કબજો છે. કોંગ્રેસે આ સીટોની સંખ્યા વધારવા માટે ઉચ્ચ સ્તરથી માંડીને મતદાન કેન્દ્ર સુધીની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ માઇક્રો મેનેજમેન્ટ અંતર્ગત એમપીના 65150 બુથ પર પોતાની સ્પેશિયલ ટીમ ઉતારશે. આ ટીમમાં દરેક બુથ પર 10 યુવકોની એક ટીમ કરશે. કોંગ્રેસે આ માટે 6.51 લાખ શિક્ષિત યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓની ટીમને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 

કોંગ્રેસે 'એક બુથ, દસ યુથ' પ્લાન બીજેપીની ફોર્મ્યુલાને આધારે જ બનાવી છે. બીજેપીના પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે કર્ણાટકની ચૂંટણી વખતે બીજેપીએ રાજ્યમાં સહાયક પેજ પ્રમુખોની  ટીમ બનાવી હતી. બીજેપીએ રાજ્યના 56,696 પોલિંગ બુથના 4.96 કરોડ મતદાતાઓ માટે લગભગ 10  લાખ સહાયક પેજ પ્રમુખ તૈયાર કર્યા હતા. આમ, એક પેજ પ્રમુખ પાસે લગભગ 45થી 50 મતદાતાઓની જવાબદારી હતી. ગુજરાત ચૂંટણીમાં અનેક સીટ પર ઓછા અંતરની હાર-જીત પછી બીજેપીએ કર્ણાટકમાં આ ફોર્મ્યુલા અપનાવ્યો હતો. આ ફોર્મ્યુલાના કારણે 2017ની યુપી ચૂંટણીમાં બીજેપીને 403માંથી 325 સીટ મળી હતી. આ ફોર્મ્યુલા પુછી દરેક રાજ્યમાં લાગુ પડી હતી અને બીજેપીનો વિજયરથ આગળ વધતો ગયો હતો. હવે આના આધારે જ કોંગ્રેસે 'એક બુથ, દસ યુથ'નું પ્લાનિંગ હાથ ધર્યું છે. 

મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસે મધ્ય પ્રદેશને 4 ઝોનમાં વહેંચીને દરેક ઝોનમાં એક કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ સાથે એક સચિવને પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી સોંપી છે. તેમની સાથે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સભ્યો પણ જોડાશે. આ મામલે બીજેપી પ્રવક્તા રાહુલ કોઠારીએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું છે કે કોંગ્રેસ પાસે પોતાની કોઈ રણનીતિ નથી અને એ બીજેપીની નકલ કરે છે. કોંગ્રેસે જો બીજેપીની રણનીતિની નકલ કરવી હશે તો પ્રદેશની બહારથી કાર્યકર્તા લાવવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news