Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમમાં મોટી દુર્ઘટના, હાઉસબોટ ડૂબવાથી 15 લોકોના મોત

Kerala Boat Tragedy: કેરલમાં મલપ્પુરમ જિલ્લામાં વધુ એક બોટ ડૂબી ગઈ છે. આ દુર્ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે. 
 

Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમમાં મોટી દુર્ઘટના, હાઉસબોટ ડૂબવાથી 15 લોકોના મોત

નવી દિલ્હીઃ Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમ જિલ્લાના તાનુર વિસ્તારમાં ઓટ્ટુમ્પુરમની પાસે એક હાઉસબોટ રવિવાર ( 7 મે) એ સાંજે ડૂબી ગઈ છે. ન્યૂઝ એએનઆઈ પ્રમાણે બોટમાં સવાર બાળકો સહિત કુલ 15 લોકોના મોત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય જારી છે. 

પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સ્થળથી મળેલી પ્રારંભિક સૂચના અનુસાર બોટમાં આશરે 40 યાત્રી સવાર હતા, જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 10 યાત્રીકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

દુર્ઘટના સમયે બોટમાં આશરે 40 લોકો સવાર હતા. રાજ્યના મંત્રી વી અબ્દુરાહમાને જાણકારી આપી કે કેરલના મલપ્પુરમ જિલ્લામાં બોટ ડૂબવાથી મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. 

— ANI (@ANI) May 7, 2023

તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના સાંજે સાત કલાકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે, એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને સ્વયંસેવી કાર્યકર્તાઓની સાથે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નતી. ડૂબેલી બોટને કિનારા પર લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે કેરલના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી દુખી છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના, વળતર તરીકે દરેક પરિવારને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news