VIDEO: ડેન્ગ્યુના દર્દીઓને મળવા PMCH પહોંચેલા મંત્રી અશ્વિની ચૌબે પર યુવકે શાહી ફેંકી

બિહારની રાજધાની પટણામાં આવેલા પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) પહોંચેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબૈની ઉપર શાહી ફેંકાઈ.

VIDEO: ડેન્ગ્યુના દર્દીઓને મળવા PMCH પહોંચેલા મંત્રી અશ્વિની ચૌબે પર યુવકે શાહી ફેંકી

પટણા: બિહારની રાજધાની પટણામાં આવેલા પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) પહોંચેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબૈની ઉપર શાહી ફેંકાઈ. મંત્રીજી ડેન્ગ્યુના દર્દીઓને મળવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન યુવકે આ ઘટનાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો. શાહી ફેંકનારા યુવકે પોતાને પપ્પુ યાદવના નેતૃત્વવાળી જન  અધિકાર પાર્ટી (JAP)નો પ્રદેશ સચિવ ગણાવ્યો છે. 

— ANI (@ANI) October 15, 2019

અત્રે જણાવવાનું કે પીએમસીએસમાં હાલ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આખા બિહારમાંથી અત્યાર સુધી 1700 કેસ સામે આવ્યાં છે. અશ્વિની ચૌબે ડેન્ગ્યુના દર્દીઓને મળવા માટે PMCH પહોંચ્યા હતાં. હોસ્પિટલમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમના ઉપર શાહી ફેંકાઈ અને આરોપી ઘટનાસ્થળેથી રફૂચક્કર થઈ ગયો હતો. અશ્વિની ચૌબેએ તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો. 

જુઓ LIVE TV

શાહી ફેંકાવવાની ઘટના આ કોઈ પહેલીવાર ઘટી તેવું નથી. આ અગાઉ પણ બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની ગાડી પર શાહી ફેંકાઈ હતી. રામકૃપાલ યાદવમની ગાડી ઉપર પણ શાહી ફેંકાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news