અયોધ્યામાં રામ મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી: હિન્દુ પક્ષ

હિન્દુ પક્ષના વકીલ કે પરાસરને કહ્યું કે બાબર જેવા વિદેશી આક્રમણકારીને હિન્દુસ્તાનના ગૌરવશાળી ઈતિહાસને ખતમ કરવાની મંજૂરી આપી શકાય નહીં. અયોધ્યામાં રામ મંદિરનો વિધ્વંસ કરીને મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી, જેને સુપ્રીમ કોર્ટે ઠીક કરવી જોઈએ. 

અયોધ્યામાં રામ મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી: હિન્દુ પક્ષ

નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 39માં દિવસની સુનાવણી શરૂ થઈ ત્યારે રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈનના માતાનું નિધન થયું છે. આથી આજે તેઓ પોતાની દલીલ રજુ કરી શકશે નહીં. જૈન, સુન્ની વક્ફ બોર્ડની દલીલોના જવાબ કાલે આપશે. રામલલ્લાના વકીલ કે પરાસરને વક્ફ બોર્ડની દલીલોનો જવાબ આપ્યો. 

હિન્દુ પક્ષના વકીલ કે પરાસરને કહ્યું કે બાબર જેવા વિદેશી આક્રમણકારીને હિન્દુસ્તાનના ગૌરવશાળી ઈતિહાસને ખતમ કરવાની મંજૂરી આપી શકાય નહીં. અયોધ્યામાં રામ મંદિરનો વિધ્વંસ કરીને મસ્જિદનું નિર્માણ એક ઐતિહાસિક ભૂલ હતી, જેને સુપ્રીમ કોર્ટે ઠીક કરવી જોઈએ. 

પરાસરને કહ્યું કે એક વિદેશી આક્રમણકારીને એ હક આપી શકાય નહીં કે તેઓ આ દેશમાં આવીને પોતાને બાદશાહ જાહેર કરે અને કહે કે મારી આજ્ઞા જ કાયદો છે. જો કે ઈતિહાસમાં અનેક શક્તિશાળી હિન્દુ રાજા પણ રહ્યાં હતાં પરંતુ કોઈનું વિદેશમાં આમ આક્રમણ કરવાનું કોઈ ઉદાહરણ મળતું નથી. 

જુઓ LIVE TV

સુનાવણી દરમિયાન પરાસરને કહ્યું કે આજે 39મો દિવસ છે. CJIએ કહ્યું કે છેલ્લો દિવસ 40મો છે. એટલે કે આવતી કાલે સુનાવણી ખતમ થઈ શકે છે. રાજીવ ધવને પરાસરનને ટોકતા કહ્યું કે પરાસરન નવી દલીલ કરી રહ્યાં છે. પરાસરને કહ્યું કે હિન્દુઓએ ભારતની બહાર જઈને કશું વેર વિખેર કર્યું નથી. પરંતુ બહારથી આવેલા લોકોએ ભારતમાં આવીને તબાહી મચાવી, અમારી પ્રકૃત્તિ અતિથિ દેવો ભવ:ની છે. પરાસરને કહ્યું કે હિન્દુઓની આસ્થા છે કે ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો અને મુસ્લિમો કહે છે કે મસ્જિદ તેમના માટે હેરિટેજ પ્લેસ છે. 

પરાસરને કહ્યું કે મુસ્લિમ બીજી મસ્જિદમાં નમાજ પઢી શકે છે. અયોધ્યામાં 50-60 મસ્જિદો છે. પરંતુ હિન્દુઓ માટે આ જગ્યા ભગવાન રામનું જન્મ સ્થાન છે. અમે ભગવાન રામના જન્મ સ્થાનને બદલી શકીએ નહીં. પરાસરને કહ્યું કે હિન્દુઓએ ભગવાન રામના જન્મ સ્થાન માટે એક લાંબી લડાઈ લડી છે. અમારી સદીઓથી એ આસ્થા છે કે તે ભગવાન રામનું જન્મ સ્થળ છે. 

પરાસરને કહ્યું કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે મંદિરને નષ્ટ કરવાની ઐતિહાસિક ખોટા કામને રદ કરવું જોઈએ. પરાસરને કહ્યું કે કોઈ શાસક ભારતમાં આવીને એમ ન કહી શકે કે હું સમ્રાટ બાબર છું અને કાયદો મારી નીચે છે અને હું જે કહું તે જ કાયદો  છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news