Manipur Violence: મણિપુર હિંસા પર સરકારની તાબડતોડ કાર્યવાહી, 6000 FIR, 700 લોકોની અટકાયત
Manipur Violence Latest Update: મણિપુર સરકારના સૂત્રોના હવાલે સમાચાર છે કે તાબડતોડ એક્શન ચાલુ છે. 3જી મેના રોજ શરૂ થયેલી હિંસા બાદથી મણિપુર પોલીસે અત્યાર સુધીમાં 6000થી વધુ FIR દાખલ કરી છે. મણિપુર પોલીસના 2000થી વધુ સબ ઈન્સ્પેક્ટર તપાસમાં લાગ્યા છે. હિંસા સંલગ્ન જે FIR નોંધાઈ છે તેમાં 70 FIR હત્યાઓ સંલગ્ન છે.
Trending Photos
Manipur Violence Latest Update: મણિપુર સરકારના સૂત્રોના હવાલે સમાચાર છે કે તાબડતોડ એક્શન ચાલુ છે. 3જી મેના રોજ શરૂ થયેલી હિંસા બાદથી મણિપુર પોલીસે અત્યાર સુધીમાં 6000થી વધુ FIR દાખલ કરી છે. મણિપુર પોલીસના 2000થી વધુ સબ ઈન્સ્પેક્ટર તપાસમાં લાગ્યા છે. હિંસા સંલગ્ન જે FIR નોંધાઈ છે તેમાં 70 FIR હત્યાઓ સંલગ્ન છે. લગભગ 700 લોકોને અત્યાર સુધીમાં હિંસા મામલે અટકાયતમાં લેવાયા છે. મણિપુર પોલીસના ટોપ સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ પર કાયદો વ્યવસ્થાજાળવી રાખવાની સાથે તપાસની પણ બેવડી જવાબદારી છે. આવામાં પોલીસના જવાન અને અધિકારીઓ 24 કલાક કામ પર છે.
ગુસ્સે ભરાયેલી ભીડે આરોપીનું ઘર બાળ્યું.
અત્રે જણાવવાનું કે મણિપુરમાં મહિલાઓ સાથે હેવાનિયત મામલે મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ થઈ છે. મણિપુરની ઘટનાને લઈને સ્થાનિકોમાં ખુબ ગુસ્સો છે. બીજી બાજુ ગુસ્સે ભરાયેલી ભીડે મુખ્ય આરોપી ખુયરેમ હેરાદાસના ઘરને આગને હવાલે કરી દીધુ. અત્રે જણાવવાનું કે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બે મહિલાઓ સાથે હેવાનિયત વિરુદ્ધ ભીડનો ગુસ્સો ફાટી નીકળ્યો. ગુસ્સે ભરાયેલી ભીડે ખુયરેમ હેરાદાસના ઘર પર હુમલો કર્યો અને તેના ઘરને આગને હવાલે કરી દીધુ. ગુસ્સે ભરાયેલી ભીડમાં મહિલાઓ વધુ હતી.
હેવાનો વિરુદ્ધ એક્શન
મણિપુરમાં બે મહિલાઓ સાથે હેવાનિયતનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી ખુયરેમ હેરાદાસ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને નોટિસ ફટકારીને આ મામલે ચાર અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે.
મુખ્યમંત્રી બીરેન સિંહે ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે દોષિતો પર ફાંસીની સંભાવના ઉપર પણ વિચાર કરવામાં આવશે. બીજી બાજુ મણિપુરના રાજ્યપાલે અનસુયા ઉઈકેએ પણ આ ઘટનાને અમાનવીય ગણાવી છે. રાજ્યપાલે ડીજીપી સાથે મુલાકાત કરીને તપાસ વિશે જાણકારી મેળવી છે.
સંસદમાં હંગામો
નોંધનીય છે કે મણિપુરની ઘટના અને દિલ્હી વટહુકમ મુદ્દે આજે સંસદના બંને સદનોમાં વિપક્ષનો હંગામો ચાલુ રહ્યો. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે મણિપુરની ઘટના અંગે હંગામો અને નારેબાજી શરૂ કરી. ત્યારબાદ લોકસભા સ્પીકરે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી. રક્ષામંત્રી રાજનાથ સિંહે વિપક્ષના હંગામા પર કહ્યું કે સરકાર મણિપુરની ગઠના પર ચર્ચા કરવા માટે તૈયાર છે. પરંતુ કેટલીક પાર્ટીઓ સદન ચાલે તેવું ઈચ્છતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે