મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદનઃ '10 હજાર રૂમમાંથી કયા રૂમમાં પેદા થયા રામ?'

કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર હંમેશાં પોતાનાં નિવેદનોથી કોંગ્રેસને મુશ્કેલીમાં મુક્તા આવ્યા છે, હવે રામના મુદ્દે ટિપ્પણીને વિવાદનો નવો મધપૂડો છંછેડ્યો છે 
 

મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદનઃ '10 હજાર રૂમમાંથી કયા રૂમમાં પેદા થયા રામ?'

શોએબ રઝા/ નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક સંગઠન કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી રહ્યા છે. આ બાજુ રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 10 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાવાની છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે સોમવારે એક કાર્યક્રમમાં રામ મંદિર અંગે એક વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. તેમણે દિલ્હીના એક કાર્યક્રમમાં બાબરી મસ્જિદની ઘટનાને બંધારણની હત્યા જણાવી છે. 

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના દિલ્હીમાં આયોજિત 'એક શામ બાબરી મસ્જિદ કે નામ' કાર્યક્રમમાં બોલતાં કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે, 'રાજા દશરથ મોટા રાજા હતા, તેમના મહેલમાં 10 હજાર રૂમ હતા, પરંતુ ભગવાન રામનો જન્મ કયા રૂમમાં થયો હતો એ કહેવું મુશ્કેલ છે. તો પછી તમે કયા આધારે મંદિર ત્યાં બનાવવાની વાત કરો છો. મંદિર ત્યાં એટલા માટે બનાવવું છે કેમ કે ત્યાં મસ્જિદ છે.'

— ANI (@ANI) January 7, 2019

મણિશંકર અય્યરે બાબરી મસ્જિત તોડી પાડવાની ઘટના અંગે કોંગ્રેસને પણ કઠેડામાં ઉભી કરતા જણાવ્યું કે, એ વખતે કોંગ્રેસની સરકાર હતી. જો તે ઈચ્છતી તો 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિત તોડી પાડવામાં ન આવતી. મણિશંકર અય્યરે મહાત્મા ગાંધીની શહીદી અને બાબરી મસ્જિત તોડી પાડવાની ઘટનાને એક સમાન જણાવીને કહ્યું કે, શું મુસલમાન આ દેશમાં સુરક્ષિત રહી શકે છે. 

દિલ્હીના ગાલિબ ઈન્સ્ટિટ્યુટમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, મણિશંકર અય્યર તેમનાં વિવાદિત નિવેદનોને કારણે હંમેશાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધારતા રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news