સરકારી બંગ્લો બચાવવા માટે માયાવતીનો નવો 'જુગાડ', અનોખુ બોર્ડ લગાવી દીધું
માયાવતી પોતાનાં બંગ્લાનો મોહ છોડી નથી શકતા અને તેનાં કારણે દરેક પ્રયાસો કરવાની તૈયારીમાં છે
Trending Photos
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં એક તરફ જ્યારે રાજ્યનાં પુર્વ મુખ્યમંત્રીઓ દ્વારા પોતાનાં બંગ્લો ખાલી કરવાની તૈયારીનાં સમાચારો આવી રહ્યા છે ત્યારે બીજી તરફ માયાવતીનાં સરકારી બંગ્લો 13A માલ એવન્યુનાં સમાચાર સામે આવ્યા છે. એવું લાગી રહ્યું છે કે માયાવતી પોતાનાં આ બંગ્લાનો મોહ છોડી નથી શકતા અને તેનાં કારણે તેઓ રોકાઇ જવા માટેનાં દરેક શક્ય પ્રયાસો કરી રહ્યા છે. હાલની માહિતી અનુસાર માયાવતીએ પોતાના સરકારી આવાસ સામે એક નવું બોર્ડ લગાવી દીધું છે. બંગ્લાની સામે લાગેલા નવા બોર્ડ પર મોટા મોટા અક્ષરોથી લખ્યું છે, કાશીરામજી યાદગાર વિશ્રામ સ્થળ.
બંગ્લો બચાવવા માટે માયાવતીનું નવો પ્લાન
એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકારી બંગ્લો બચાવવા માટે બસપા સુપ્રીમો આગામી કવાયત્ત કરશે તેવી આશાવ્યક્ત કરવામાં આવી રહી છે કે માયાવતી પોતાની આગામી પગલા તરીકે બંગ્લાની અંદર જ કાશીરામ સંગ્રહાલય હોવાની દલીલ પણ આપી શકે છે. જો માયાવતીની આ દલીલ રાજ્ય સંપતી વિભાગ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવે છે તો પુર્વ મુખ્યમંત્રીનો આ બંગ્લો બચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બસપા અધ્યક્ષ અને પુર્વ મુખ્યમંત્રી માયાવતીનાં હાલનું સરનામું બંગ્લો 13એ માલ એવન્યુમાં છે. આ બંગ્લો તેમને 1995માં ફાળવવામાં આવ્યો હતો.
પ્લાન બી પણ છે તૈયાર
મળતી માહિતી અનુસાર બંગ્લો ખાલી કરીને પ્રદેશ સરકારની નોટિસને બસપા પ્રમુખે રિસિવ કરી લીધી છે. જેની હવે ટુંકમાં જ ખાલી કરવો પડશે. મળતી માહિતી અનુસાર બસપા સુપ્રીમો આ અઠવાડીયે રાજધાની લખનઉ આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાનાં નવા સરનામાની જાહેરાત કરી શકે છે. માયાવતી ટુંકમાં જ નવા મકાનમાં શિફ્ટ થઇ જશે. સુત્રો અનુસાર તેમનું નવું સરનામું 9 મોલ એવન્યુમાં છે આ બાબતની તૈયારી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માયાવતીનો પોતાનો બંગ્લો તેમનાં સરકારી બંગ્લાની બિલ્કુલ સામે છે. ો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે