માયાવતી

હાથરસ કેસઃ માયાવતીએ કરી CBI તપાસની માગ, રાષ્ટ્રપતિને કરી અપીલ

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ બાદ હત્યાના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. 

Oct 3, 2020, 04:57 PM IST

BSP ધારાસભ્યો ગેહલોત વિરુદ્ધ મત આપશે, કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી: માયાવતી

બસપા (BSP) સુપ્રીમો માયાવતી (Mayawati) એ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાન (Rajasthan) ચૂંટણીના બસપાના ધારાસભ્યોનો વિલય કરી લીધો. અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે. 

Jul 28, 2020, 01:01 PM IST

BSP ચીફ માયાવતી CM ગેહલોત પર ભડક્યા, કહ્યું- 'રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો'

રાજસ્થાન (Rajasthan) ના રાજકારણમાં વાયરલ ઓડિયોકાંડને લઈને આજે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં અને ત્યારબાદ બસપા ચીફ માયાવતી (Mayawati) એ પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. માયાવતીએ રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. 

Jul 18, 2020, 02:11 PM IST

આર્મી ચીફ પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું- તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો

કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે (p chidambaram) દેશના આર્મી ચીફ બિપિન રાવતને (bipin rawats) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમણે નેતાઓને સલાહ ન આપવી જોઈએ, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવુ જોઈએ. તિરુવનંતપુરમમાં કોંગ્રેસના સ્થાપના દિવસે પી ચિદમ્બરમે સરકાર પર પણ પ્રહારો કર્યાં છે.
 

Dec 28, 2019, 05:24 PM IST

માયાવતીનો પ્રિયંકા પર પલટવાર- કોંગ્રેસે દલિતોને કર્યાં નજરઅંદાજ, બનાવવી પડી BSP

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કરતા આકરા પ્રહારો કર્યાં છે.

Dec 28, 2019, 05:09 PM IST

PAKમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારોનો બદલો સરકાર ભારતીય મુસલમાનો સાથે લે છે: માયાવતી

નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના મુદ્દે બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ અંગે માયાવતી (Mayawati) એ કહ્યું કે હું કેન્દ્ર સરકાર પાસે માંગણી કરું છું કે આ ગેરબંધારણીય કાયદો પાછો ખેંચે નહીં તો ભવિષ્યમાં ભયાનક પરિણામો જોવા મળશે. કોંગ્રેસે (Congress) કર્યું હતું તે રીતે ઈમરજન્સી જેવા હાલાત પેદા કરવા જોઈએ નહીં. 

Dec 17, 2019, 11:15 AM IST

મહારાષ્ટ્ર: BJP નહીં પરંતુ આ પક્ષ પોતાના દમ પર સૌથી વધુ બેઠકો પર લડી રહ્યો છે ચૂંટણી 

વિધાનસભા ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી સૂચના મુજબ સૌથી વધુ બેઠકો પર માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) ચૂંટણી લડી રહી છે.

Oct 18, 2019, 09:27 AM IST

બાબાસાહેબની જેમ બૌદ્ધ ધર્મ અપનાવશે માયાવતી, યોગ્ય સમયે લેશે નિર્ણય

બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati)એ બાબાસાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી છે.

Oct 15, 2019, 10:03 AM IST

ગંગવારે કહ્યું, નોકરીતો છે યોગ્ય યુવાનો નહી, માયાવતી-પ્રિયંકાએ ઝાટકણી કાઢી

કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે, દેશમાં રોજગારની કોઇ કમની નથી પરંતુ દેશમાં યોગ્ય નવયુવાનો નથી

Sep 15, 2019, 04:32 PM IST

ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

Sep 7, 2019, 01:50 PM IST

માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'

લોકસભામાં સ્પીકરની ચેર પર બિરાજમાન મહિલા સાંસદ રમા દેવી પર આપત્તિજનક ટિપ્પણી કરીને સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન મુશ્કેલીમાં જોવા મળી રહ્યાં છે.

Jul 26, 2019, 03:45 PM IST

મધ્ય પ્રદેશ: માયાવતીના એક ધારાસભ્યએ કોંગ્રેસના ‘ચાણક્ય’ના નાકમાં કર્યો દમ

વર્તમાન સમયમાં મધ્ય પ્રદેશના રાજકારણમાં જો કોંગ્રેસના ચાણક્યની વાત કરવામાં આવે તો એક માત્ર જ નામ સામે આવે છે, તે છે મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath). આ નેતાએ પાર્ટીના યુવા અને અનુભવી નેતાઓને એક મંચ પર લાવી 15 વર્ષ જુની ભાજપ સરકારને હટાવી છે.

Jul 22, 2019, 12:02 PM IST

ભાઈ પર થયેલી કાર્યવાહીથી માયાવતી ધૂંધવાયા, ભાજપ-આરએસએસ પર લગાવ્યાં ગંભીર આરોપ

આવકવેરા વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં બસપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઈ આનંદકુમાર પર ગુરુવારે મોટી કાર્યવાહી થઈ. આનંદકુમાર અને તેમની પત્નીની નોઈડા સ્થિત 400 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવાઈ છે.

Jul 19, 2019, 11:00 AM IST

માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે. આવકવેરા વિભાગે માયાવતીના ભાઈ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદકુમાર અને ભાભી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માયાવતીના ભાઈ અને તેમની પત્નીનો બેનામી સાત એકર પ્લોટ જપ્ત કર્યો છે. આ પ્લોટની કિંમત 400 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. આવકવેરા વિભાગના દિલ્હી સ્થિત બીપીયુએ આ અંગે 16 જુલાઈએ આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ બેનામી સંપત્તિ ટ્રાન્ઝેક્શન પ્રતિષેધ એક્ટ 1988ની સેક્શન 24(3) હેઠળ બહાર પડાયો હતો. 

Jul 18, 2019, 01:48 PM IST

બસપાની અસલિયત સામે આવી, પેટાચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે: સપા

સપાએ લોકસભા ચૂંટણીમાં આંતરિક ગઠબંધનની નિષ્ફળતા બાદ બસપા પ્રમુખ માયાવતીનાં અંદાજ પર વળતો પ્રહાર કરતા રવિવારે કહ્યું કે, જનતા બસપાનો અસલિયત જાણે છે

Jun 30, 2019, 11:18 PM IST

માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ

બસપા સુપ્રીમો માયાવતી રવિવારે સંગઠનની મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં સમગ્ર દેશનાં પ્રદેશ અધ્યક્ષો સાથે વરિષ્ઠ પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા. બેઠક દરમિયાન માયાવતીએ અનેક મહત્વનાં નિર્ણયો લીધા છે. બસપા સુપ્રીમોએ પોતાનાં ભાઇ આનંદ કુમારને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ભત્રીજા આકાશ આનંદનને નેશનલ કોઓર્ડિનેટર (રાષ્ટ્રીય સંયોજક)ની જવાબદારી સોંપી છે. 

Jun 23, 2019, 06:24 PM IST

સપા-બસપા ગઠબંધનના 'બ્રેકઅપ' પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન 

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં બસપા-સપા વચ્ચે થયેલા ગઠબંધનમાં ચૂંટણી પરિણામો બાદ મંગળવારે પડેલા ભંગાણ પછી આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું.

Jun 5, 2019, 04:54 PM IST

લોકસભા ચૂંટણી હાર્યા બાદ માયાવતીની હૈયાવરણ, SP માટે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

લોકસભા ચૂંટણી 2019 માં કારમી હાર બાદ ગઠબંધનમાં ભારે ખેંચમતાણ જોવા મળી રહી છે. બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, બદાયૂં, કન્નોજ અને ફિરોજાબાદ બેઠક પર સપા ઉમેદવારોની હાર વિચારવા પર મજબૂર કરે છે. ચૂંટણી પરિણામોમાં ઇવીએમની ભૂમિકા ખરાબ રહી છે. સપા બસપાના મત એક થતાં હારવું શક્ય નથી લાગતું.

Jun 4, 2019, 12:05 PM IST

માયાવતીના નિવેદન પછી સપાએ આપ્યો કંઈક આવો જવાબ!

બસપાના અધ્યક્ષ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કેટલીક સીટો પર સંભવિત પેટા ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરીને રાજ્યમાં સપા-બસપા ગઠબંધનના ભવિષ્ય સામે સવાલ ઊભા કરી દીધા છે
 

Jun 4, 2019, 07:59 AM IST

મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા

યુપીના તમામ બસપા સાંસદો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું કે, પેટાચૂંટણીમાં તમામ સીટો પર 50 ટકાના મતટકાવારી સાથે ઉતરવાનું છે

Jun 3, 2019, 05:01 PM IST