Bharat Vikas Pledge: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ-મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી.
Indian Cricketer: IPL માં પોતાની બોલિંગથી નામના મેળવનાર ભારતીય ક્રિકેટર હવે એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. એક મહિલાએ તેમના પર જાતીય શોષણ, માનસિક અને શારીરિક હિંસા અને છેતરપિંડીના ગંભીર આરોપો લગાવ્યા છે.
ભાવનગરના પરમાર પિતા-પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો. આજે યતીષભાઈ પરમાર અને સ્મિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે આખું ગામ હિબકે ચડ્યું. પરમાર પરિવારને દુખમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી હતી. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Gujarat News: તમામ જિલ્લાઓમાં માર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને રિસરફેસિંગ તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના વિવિધ કામો માટે 1242 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
Breaking News: “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની ૪ મહાનગરપાલિકાઓ અને ૪ નગરપાલિકાને દિવાળી ભેટ. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ કુલ ૫૦૨ કામો માટે કુલ ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી...બદલાઈ જશે રાજ્યના ચારેય મોટા શહેરોની સકલ...
વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.
Gujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ!પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
Gujarat Weather Forecast: અતિ ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સથી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી અંગે જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી...
Gujarat Rainfall: ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. ત્યારે સરકાર પણ આ મુદ્દે ભારે સતર્કતા દાખવી રહી છે.
Gujarat Rainfall: ભારે વરસાદને પગલે ગુજરાત સરકાર સતર્ક. ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારે થી અતિભારે વરસાદને કારણે પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનું કરી રહ્યાં છે મોનિટરીંગ. કલેકટરો સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તેવા તમામ પ્રયાસ કરવા અપાયો છે. આદેશ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી.
Agriculture News: ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું મન રાખીને દિલ ખોલીને આપી દીધી ખેડૂતોને મોટી સહાય...
Gujarat Police: રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈ મોટો નિર્ણય. પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. પોતાના જ ઝોનમાં બદલી નહીં થઈ શકે.
Mission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ૧૫૭ નગરપાલિકાઓને મળશે ગ્રાન્ટ. મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે ૨૦૨૩-૨૪ સુધીમાં ૮૧૦.૯૫ કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા.
ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.
Video Viral: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુંકે, બે પ્રકારના ઘોડા હોય છે. એક લગ્નનો અને બીજો રેસનો. આ નિવેદનને લઈને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી.સીએમ નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છેકે, હસી હસીને તમારું પેટ દુઃખી જશે. સોશિયલ મીડિયા પર ગજબનો વાયરલ થયો છે આ વીડિયો.
Happy Birthday CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિર માં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું. PM મોદીએ પણ ટ્વીટ કરીને આપી જન્મ દિવસની શુભેચ્છાઓ...
Special Educator: સ્પેશિયલ એજ્યુકેટરની 3 હજાર જગ્યા માટે પરિક્ષા લેવામાં આવી. તેમાં માત્ર 188 લોકોને જ પાસ કરાયા. જેમાંથી માત્ર 139નો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોનો એવો પણ આરોપ છેકે, કાયમી ભરતી કરવી ના પડે એથી શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા કોઈકને કોઈક હથકંડ્ડા કરવામાં આવતા હોય છે.
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર છે ગોતા. ગોતા વિસ્તારમાં મકાનોના ભાવ તો આકાશને આંબી રહ્યાં છે. પણ જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે અહીં રોડ રસ્તાની સુવિધા, રેલવે ઓવરબ્રિજનો ડખ્ખો, વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, ટ્રાફિક જેવા અનેક પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર છે.