બુધનું રાશિ પરિવર્તન 5 રાશિઓના નસીબના તાળા ખોલશે

બુધનું રાશિ પરિવર્તન 5 રાશિઓના નસીબના તાળા ખોલશે
  • રાશિ પરિવર્તનથી અનેક મોટા બદલાવ આવશે
  • આ રાશિ પરિવર્તન મેષ, વૃષભ, કન્યા, મીન અને સિંહ રાશિઓ માટે સારું છે
  • પરંતુ કેટલીક રાશિઓ માટે આ પરિવર્તન સારું ફળ આપનારું નહિ રહે 

ઝી મીડિયા/બ્યૂરો :દર મહિને કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. આ ક્રમમાં હાલ બુધ ગ્રહનું રાશિ ભ્રમણ થયું છે. બુધ ગ્રહે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની અસર પર તમામ રાશિઓ પર થશે. કોઈનો સમય ખરાબ ચાલશે, તો અનેક રાશિઓના નસીબના તાળા ખૂલી જશે. જોકે જ્યોતિષ અનુસાર, બુધ ગ્રહને મિથુ અને કન્યા રાશિના સ્વામી માનવામાં આવ્યો છે. બુધ સૌર મંડળનો સૌથી નાનો ગ્રહ છે. ત્યારે આ રાશિ પરિવર્તનથી અનેક મોટા બદલાવ આવશે. મહત્વની વાત એ છે કે, આ રાશિ પરિવર્તન મેષ, વૃષભ, કન્યા, મીન અને સિંહ રાશિઓ માટે સારું છે. 

આ 5 રાશિ માટે શુભ છે આ પરિવર્તન 

  • મેષ રાશિ

કરિયરમાં સફળત મળશે. પૂજાપાઠ સાથે જોડાયેલ કામમાં ફાયદો થશે. નવા કામ શીખશો. સ્વાસ્થયને લઈને ચિંતિંત રહેશો. બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ બની રહ્યા છે. 

  • વૃષભ રાશિ

ભાગ્યનો પૂરતો સાથ મળશે. આર્થિક લાભના યોગ છે. સ્વસ્થ રહેશો. પરિવારની સાથે સારો સમય વિતાવશો. શુભ ફળ મળશે. સમય સારો પસાર થશે.

  • સિંહ રાશિ

બીજાની મદદ કરશો. દરેક કાર્યમાં સફળતા મળશે. ધનલાભ થશે. વાણીની પ્રભાવશીલતા વધશે. શુભ ફળ મળશે. દૂર સ્થાનથી કોઇ સારા સમાચાર મળી શકે છે.

  • કન્યા રાશિ

બૌદ્ધિક ક્ષમતા વધશે. રચનાત્મક કાર્ય કરશો. સંતાનનું સુખ મળશે. બાળકોનો વિકાસ થશે. રોમાન્સ વધશે. શુભ ફળ મળશે. પ્રેમ લગ્ન કરવા માટે સમય અનુકૂળ છે.

  • મીન રાશિ

આવક વધશે. આવકના સાધન વધશે. સહકર્મીઓ વચ્ચે લોકપ્રિય થશો. સમયની કિંમત પારખીને આગળ વધો. શુભ ફળ મળશે. શેરબજારમાં ફાયદો મળી શકે છે.

આ રાશિઓના લોકોએ સાવધાન રહેવુ પડશે 

  • મિથુન રાશિ

શુભ ફળ મળશે. ધનનો વધારાનો વ્યય ન કરો. સમજી વિચારીને કાર્ય કરો. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થઇ શકો છો. સમજી-વિચારીને બોલવું અને સાવધાનીથી કોઇપણ નિર્ણય લેવો. 

  • કુંભ રાશિ

માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. વધારાનો વ્યય ન કરો. ભાગદોડ વધારે થશે. કોઈ પણ કામમાં જલ્દી ન કરો. ભગવાન ગણેશની ઉપાસના કરો. ખર્ચ વધશે. બચત પૂર્ણ થઇ શકે છે. યોજનાઓ અધૂરી રહેશે. કામકાજને લઇને તણાવ રહેશે. ભાગદોડ પણ રહેશે. પ્રોપર્ટીને લગતા નિર્ણયોમાં સાવધાની રાખવી.

બાકીના રાશિઓ માટે કેવો રહેશે એક મહિનો જાણો 

  • કર્ક રાશિ 

ધન લાભ મળશે. કોઈ કેસ કે અરજી છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શુભ ફળ મળશે. 

  • તુલા રાશિ

ભૂમિ ભવન અને વાહનનું સુખ મળશે. માતાના સ્વાસ્થયનું ધ્યાન રાખો. આર્થિક તકલીફ થઈ શકે છે. સંભાળીને રહો. કેસરનું તિલક લગાવો. 

  • વૃશ્ચિક રાશિ

આયુષ્યમાં વધારો થશે. મહેનત અનુસાર લાભ મળશે. હાલ પૂરતી મહેનતથી કામ કરો. પણ ફળની અપેક્ષા ન રાખો. 

  • ધન રાશિ

આવકમાં વધારો થશે. પરિવારની સાથે સારો સમય વિતાવશો. બૌદ્ધિક ક્ષમતા વધશે. શત્રુઓ પર વિજય મળશે. શુભ ફળ મળશે.

  • મકર રાશિ

ધનની પ્રાપ્તિ થશે. નોકરીમાં પદોન્નતિ થશે. સમ્માન મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે, શુભ ફળ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news