Mumbai Murder Case: લિવ ઈન પાર્ટનર સાથે ભયંકર બર્બરતા, હત્યા બાદ ટુકડાં કુકરમાં પકવીને કૂતરાને ખવડાવી દીધા

Mira Road Murder Case: મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં મીરા રોડ વિસ્તારમાં એક સોસાયટીમાંથી એક મહિલાના મૃતદેહના અવશેષો મળ્યા છે. મહિલાનો મૃતદેહ ટુકડામાં મળી આવ્યો. મહિલાનું ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું નામ સરસ્વતી વિદ્યા હોવાનું કહેવાય છે.

Mumbai Murder Case: લિવ ઈન પાર્ટનર સાથે ભયંકર બર્બરતા, હત્યા બાદ ટુકડાં કુકરમાં પકવીને કૂતરાને ખવડાવી દીધા

Mira Road Murder Case: મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં મીરા રોડ વિસ્તારમાં એક સોસાયટીમાંથી એક મહિલાના મૃતદેહના અવશેષો મળ્યા છે. મહિલાનો મૃતદેહ ટુકડામાં મળી આવ્યો. મહિલાનું ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું નામ સરસ્વતી વિદ્યા હોવાનું કહેવાય છે. જે તેના લિવ ઈન પાર્ટનર મનોજ સાને સાથે રહેતી હતી. લિવ ઈન પાર્ટનરની ઉંમર 56 વર્ષ છે. પોલીસને શક છે કે હત્યા 4 જૂનના રોજ થઈ હતી. બંને આકાશગંગા ભવનમાં ભાડાના ફ્લેટમાં 3 વર્ષથી રહેતા હતા. પોલીસના  શકના આધારે મહિલાના લિવ ઈન પાર્ટનર મનોજ સાનેની ધરપકડ કરી લેવાઈ છે. હાલ તપાસ ચાલુ છે. 

લિવ ઈન પાર્ટનરને કુકરમાં પકવી નાખી
મીરા રોડ મર્ડર કેસમાં સૂત્રોના હવાલે મોટા સમાચાર છે કે શરીરના ટુકડાં કરીને કુકરમાં પકવી નાખવામાં આવ્યા. આરોપીએ મહિલાના શરીરના ટુકડા કરી કુકરમાં પકવ્યા અને કૂતરાને ખવડાવી દીધા. મીરા રોડ વિસ્તારમાં સ્થિત સોસાયટીના ફ્લેટમાં મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા. મહિલાની હત્યા કરીને અનેક ટુકડાં કરી દેવાયા હતા. ફ્લેટમાં દુર્ગંધ આવતા લોકોએ ફરિયાદ કરી હતી. પોલીસને ફ્લેટમાંથી લાશના ટુકડાં મળી આવ્યા. 

मीरा रोड पर एक घर से बदबू की सूचना मिलने पर देखा तो वहां महिला का शव मिला। जांच में पता चला कि मनोज और सरस्वती यहां लिव-इन में रहते थे। मनोज ने पेड़ काटने का कटर खरीदा था जिससे… pic.twitter.com/QN2W8Td2tl

— ANI_HindiNews (@AHindinews) June 8, 2023

3 વર્ષથી લગ્ન વગર સાથે રહેતા હતા
મળતી માહિતી મુજબ મહિલાની ઉંમર લગભગ 32 વર્ષ હતી અને તે 56 વર્ષના વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહેતી હતી. 3 વર્ષથી બંને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. 4 જૂનના રોજ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા છે. જો કે હજુ પણ હત્યાનું કારણ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

આ રીતે થયો પર્દાફાશ
મુંબઈના પરા વિસ્તાર મીરા રોડ સ્થિત ગીતા કોઓપરટિવ હાઉસિંગમાં ગત સાંજે લગભગ 8 વાગે સોસાયટીના એક બિલ્ડિંગમાં સાતમા માળના ફ્લેટમાંથી પોલીસને મહિલાની લાશના ટુકડાં મળી આવ્યા. રહીશો તરફથી એવી ફરિયાદ મળી હતી કે ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news