લો બોલો... અહીં સૌથી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને મળશે એક લાખ રૂપિયાનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત

ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયતે  (Robert Romawia Royte) એ કહ્યું કે એવી વ્યક્તિને ઈનામની રકમની સાથે સાથે પ્રમાણપત્ર અને એક ટ્રોફી પણ આપવામાં આવશે. 

Updated By: Jun 22, 2021, 10:24 AM IST
લો બોલો... અહીં સૌથી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને મળશે એક લાખ રૂપિયાનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત
મિઝોરમના ખેલમંત્રીએ કરી છે જાહેરાત, તસવીર- સાભાર આઈએએનએસ

આઈઝોલ: મિઝોરમના એક મંત્રીએ અનોખી જાહેરાત કરી છે. પોતાના મતવિસ્તારમાં સૌથી વધુ બાળકોવાળા માતા પિતા માટે એક લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી છે. ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયતે  (Robert Romawia Royte) એ કહ્યું કે એવી વ્યક્તિને ઈનામની રકમની સાથે સાથે પ્રમાણપત્ર અને એક ટ્રોફી પણ આપવામાં આવશે. 

મંત્રીએ આવી જાહેરાત પાછળ આપ્યું આ તર્ક
રોમાવિયા રોયતેએ આ જાહેરાતનો હેતુ ઓછી જનસંખ્યાવાળા મિઝો સમુદાયની જનસંખ્યા વૃદ્ધિ માટે પ્રોત્સાહન કરવાનો છે. મંત્રીએ કહ્યું કે મિઝો સમુદાયની જનસંખ્યા વૃદ્ધિનો ઓછો દર ગંભીર ચિંતાનો વિષય છે. 

જનસંખ્યા નિયંત્રણ વચ્ચે મંત્રીએ કરી જાહેરાત
રોમાવિયા રોયતે દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશના અનેક રાજ્યો જનસંખ્યા નિયંત્રણ નીતિનું સમર્થન કરી રહ્યા છે. રવિવારે ફાધર્સ ડેના અવસરે મંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે તેઓ પોતાના આઈઝોલ પૂર્વ-2 વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ સંતાનવાળા પુરુષ કે મહિલાને એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. જો કે તેમણે બાળકોની ન્યૂનતમ સંખ્યા વિશે ઉલ્લેખ ન કર્યો. 

Alert! દેશના 3 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ 

મિઝોરમમાં જનસંખ્યા ઘનત્વ ઓછું
મિઝોરમમાં અનેક મિઝો જનજાતિઓ (Mizo Communities) રહે છે. અરુણાચલ પ્રદેશ બાદ મિઝોરમનું જનસંખ્યા ઘનત્વ સૌથી ઓછું છે. જ્યારે મિઝોરમના પાડોશી રાજ્ય અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમની સરકાર ક્રમિક રીતે બે બાળકોની નીતિ લાગૂ કરશે. 

તમારી પાસે જો 10 રૂપિયા, 5 રૂપિયાના આ સિક્કા હોય તો મળશે લાખો રૂપિયા!, ખાસ જાણો Process

યુપીમાં વધતી જનસંખ્યા મુસિબત બની
આ બધા વચ્ચે રવિવારે ઉત્તર પ્રદેશના વિધિ આયોગના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે (Aditya Nath Mittal) કહ્યું હતું કે વધતી જનસંખ્યા પર રોક લગાવવી જોઈએ કારણ કે તે રાજ્યમાં સમસ્યા પેદા કરી રહી છે. 

(અહેવાલ-સાભાર ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube