Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Updated By: Jun 22, 2021, 09:53 AM IST
Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે દિન પ્રતિદિન ઘટી રહ્યો છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 1167 લોકોના મોત થયા છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 53,256 કેસ નોંધાયા હતા અને 1422 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

એક દિવસમાં કોરોનાના 42 હજાર નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,640 કેસ નોંધાયા છે. જે 91 દિવસમાં સૌથી ઓછા નોંધાયેલા કેસ છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે 2,99,77,861 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,62,521 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 81,839 દર્દીઓ રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો હવે 2,89,26,038 થયો છે. 

24 કલાકમાં 1,167 દર્દીઓ જીવ ગુમાવ્યા
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે દેશભરમાંથી 1,167 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,89,302 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 28,87,66,201 ડોઝ અપાયા છે. 

કુલ 39,40,72,142 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે એક દિવસમાં દેશભરમાંથી કોરોનાના 16,64,360 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 39,40,72,142 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube