લખીને લઈ લો, 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે.... આ મોટા નેતાએ કર્યો દાવો

Tej Pratap Statement on PM Modi: મીડિયા સાથે વાત કરતા આ મોટા નેતાએ કહ્યું છે કે, 'ભાજપનો આખા દેશમાંથી સફાયો થવો નિશ્ચિત છે. આ મારી ભવિષ્યવાણી છે કે નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં જે સિંહાસન પર બેઠા છે તે હલી જશે. મારા શબ્દો યાદ રાખજો.... 

લખીને લઈ લો, 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે....  આ મોટા નેતાએ કર્યો દાવો

Tej Pratap Statement on PM Modi: બિહારના પર્યાવરણ મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે દેશની રાજનીતિને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી જે સિંહાસન પર બેઠા છે તે સિંહાસન હલી જવાનું છે અને આવું થશે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં. લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના કેબિનેટ મંત્રી તેજ પ્રતાપે આગાહી કરી છે કે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 2024માં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખુરશી પર બેસી રહ્યાં છે તે હલી જશે. આરજેડી નેતા અને રાજ્યના પર્યાવરણ મંત્રીએ કહ્યું, 'ભાજપ જાણે છે કે 2024માં તેમનો કેન્દ્રમાંથી સફાયો થઈ જશે. હું આગાહી કરી રહ્યો છું કે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી હલી જશે.

આ પણ વાંચો: 

દેશમાં ભાજપની તાનાશાહી

તેજ પ્રતાપે કહ્યું કે ભાજપે દેશમાં સરમુખત્યારશાહીનો વિકલ્પ પસંદ કર્યો છે. જે રીતે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે તદ્દન ખોટું છે. ભાજપ તમામ વિપક્ષી નેતાઓની પાછળ પડી છે, પરંતુ જનતા તેમને યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપશે. લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપ અમારા પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી રહી છે અને પીછો કરી રહી છે. તેઓ વિપક્ષી એકતાથી ડરે છે અને તેથી તેઓ વિપક્ષી છાવણીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદે કહ્યું કે, ભાજપ વિપક્ષી એકતાથી ડરે છે. તે જાણે છે કે 2024માં તેને સત્તા પરથી હટાવવામાં આવશે. એટલા માટે તેઓ રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

ભાજપના નેતાઓનું નિવેદન

દરમિયાન શુક્રવારે સાંજે પટના પહોંચેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ગિરિરાજ સિંહે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને તેમના દાવાઓની સજા મળી છે અને તેને ભાજપ કે કેન્દ્ર સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, કોર્ટે રાહુલ ગાંધીને તેમના નિવેદન માટે માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેમણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ન્યાયતંત્રનું અપમાન છે. તેણે જે પણ ખોટું કર્યું છે, તેને કોર્ટ દ્વારા સજા મળી છે. રવિશંકર પ્રસાદે કહ્યું- રાહુલ ગાંધી વિદેશમાં આપણી લોકશાહીનું અપમાન કરે છે. જો લોકો તેમને મત આપે તો બધુ બરાબર છે. પરંતુ જો તેઓ તેમને મત નહીં આપે, તો તેમનો દાવો છે કે દેશની લોકશાહી જોખમમાં છે. રાહુલ ગાંધીનું આ બેવડું વલણ યોગ્ય નથી.

ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ શુક્રવારે સવારે રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલયે પણ કેરળના વાયનાડમાં તેમના મતવિસ્તારને ખાલી જાહેર કર્યો હતો. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલા સાંસદ / ધારાસભ્યને  દોષિત ઠેરવવાની તારીખથી ગેરલાયક ઠેરવવામાં આવશે અને જેલની સજા ભોગવ્યા પછી છ વર્ષ સુધી ગેરલાયક ઠરશે.

શું હતો કોર્ટનો નિર્ણય?

સુરતની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અટક વિશેની તેમની ટિપ્પણી બદલ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે, કોંગ્રેસના નેતાને જામીન આપવામાં આવ્યા હતા અને સુરત કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા દેવા માટે તેમની સજા 30 દિવસ માટે ટાળી દેવામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે, બધા ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે.

Trending news