UDAN: ગુજરાતના આ એરપોર્ટ સહિત દેશના 5 એરપોર્ટનું થશે નવીનીકરણ, 6 હેલિપોર્ટ બનશે, જાણો વિગતો
દેશમાં વધુમાં વધુ વિસ્તારોમાં હવાઈ સેવાઓની પહોંચ વધે એટલે કેન્દ્રની મોદી સરકાર UDAN યોજના લઈને આવી છે. જે હેઠળ નાના નાના શહેરોમાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં વધુમાં વધુ વિસ્તારોમાં હવાઈ સેવાઓની પહોંચ વધે એટલે કેન્દ્રની મોદી સરકાર UDAN યોજના લઈને આવી છે. જે હેઠળ નાના નાના શહેરોમાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ દિશામાં સરકારે એક ડગલું આગળ વધારતા દેશમાં 5 એરપોર્ટનું નવીનીકરણ કરાશે, હેલીપોર્ટ શરૂ કરાશે અને નવા હવાઈ રૂટ્સ ખોલવાની જાહેરાત પણ કરી છે. મોદી સરકારનું આ નવું એવિએશન રિફોર્મ છે.
દેશમાં બનશે નવા એરપોર્ટ અને હેલીપોર્ટ
સરકારે જાહેરાત કરી છે કે દેશમાં 5 નવા એરપોર્ટ બનશે, 6 હેલીપોર્ટ તૈયાર થશે અને 50 નવા રૂટ્સ પર ઉડાન શરૂ કરાશે. જેમાંથી 30થી વધુ રૂટ્સની શરૂઆત આગામી મહિને એટલે કે ઓક્ટોબરથી શરૂ કરવાની યોજના છે. ગુરુવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના મંત્રાલયના 100 દિવસના પ્લાન અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે યોજનાને પૂરી કરવા માટે 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે.
આ એરપોર્ટનું નવીનીકરણ થશે અને હેલીપોર્ટ બનશે
યોજના મુજબ જે 5 એરપોર્ટનું નવીનીકરણ કરાશે તેમાં ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ ઉપરાંત ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનશે. હેલીપોર્ટ હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, મંડી, અને બડ્ડી ઉપરાંત ઉત્તરાખંડના હલ્દવાની અને અલ્મોડામાં બનાવવામાં આવશે.
યુપીના ઝેવરમાં બનશે એરપોર્ટ, 30,000 કરોડનું રોકાણ
જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે એક અન્ય એરપોર્ટ ઉત્તર પ્રદેશના ઝેવરમાં બનશે. આ એરપોર્ટ ફક્ત યુપી નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હશે. જેમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. ઉત્તરાખંડના દહેરાદૂન એરપોર્ટમાં 457 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. ત્યાં એક નવું ટર્મિનલ ભવન બનાવવામાં આવશે. ત્યારબાદ ટર્મિનલ ભવન વર્તમાનમાં 250 મુસાફરોની જગ્યાએ 1800 મુસાફરોને સંભાળી શકશે.
We have set up 8 policy targets for the next 100 days, including setting up of five new airports, six new heliports, and starting 50 new routes under the UDAN scheme - Union Minister @JM_Scindia pic.twitter.com/vQJZdibJde
— PIB India (@PIB_India) September 9, 2021
કુશીનગરમાં બનશે એરપોર્ટ, બૌદ્ધ સર્કિટનું કેન્દ્રબિન્દુ બનશે
સિંધિયાએ જણાવ્યું કે અન્ય એક એરપોર્ટ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 255 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. અહીં એરબસ 321 અને બોઈંગ 737 જેવા વિમાનો પણ લેન્ડ કરી શકશે. કુશીનગર બૌદ્ધ સર્કિટનું કેન્દ્રબિન્દુ બનશે. એક એરપોર્ટ ત્રિપુરાના અગરતલામાં 490 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. રોકાણ બાદ તેની ક્ષમતા 1200 મુસાફરો પ્રતિ કલાકની થશે.
ગુજરાતના કેશોદમાં એરપોર્ટનું થશે નવીનીકરણ
ઉડાન યોજના હેઠળ ગુજરાતના કેશોદ એરપોર્ટને પણ સરકારની ઉડાન યોજના હેઠળ વિક્સાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે