PNB કૌભાંડ: સરકારનો પલટવાર, કહ્યું- 'કોંગ્રેસ જણાવે નીરવ અને રાહુલ ગાંધીનું શું છે કનેક્શન'
Trending Photos
નવી દિલ્હી: કેંદ્ર સરકારે ગુરૂવારે રાહુલ ગાંધી દ્વારા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની પીએમ મોદી સાથે આવેલો ફોટો લઇને હુમલો કરનાર પર વળતો પ્રહાર કર્યો છે. કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું કે કોંગ્રેસને નીરવ મોદીને છોટા મોદી કહેવું નિંદનીય છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ ફોટોનું રાજકારણ બંધ કરે. તેમણે કહ્યું કે દાવોમાં થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમમાં નીરવ મોદીની વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે મુલાકાત થઇ નથી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે નીરવ મોદી પોતાની રીતે દાવોસ ગયા હતા. તેમણે કહ્યું કે નીરવ મોદી સીઆઇઆઇના આમંત્રણ પર ત્યાં ગયા હતા ના કે પીએમ મોદીના કહેવા પર. જે ફોટો કોંગ્રેસના નેતા બતાવી રહ્યાં છે તે ફોટો સીઆઇઆઇનું જોઇન્ટ ફોટોશૂટ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઘોટાડાબાજનું કદ અને પદ કંઇપણ હોય તેના પર કાર્યવાહી થશે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીની સાથે પણ નીરવ મોદીનો ફોટો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નીરવ મોદીના જ્વેલરી ઇવેંટમાં ગયા હતા. એટલા માટે તેમણે ફોટાનું રાજકારણ બંધ કરવું જોઇએ. નીરવ મોદીને છોટા મોદી કહેવા પર રવિશંકર પ્રસાદે કહ્યું કે નીરવ મોદીને છોટા મોદી કહેવું નિંદનીય છે.
I wish to make it very clear and this I can also convey on the behalf of the govt that no shall be spared in the banking system who has sought to derail ordinary banking system to help #NiravModi. This is regardless of stature and status of concerned official :Union Min RS Prasad pic.twitter.com/vMr7oYOsXB
— ANI (@ANI) February 15, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે દાવોસ (સ્વિત્ઝરલેંડ)માં જાણીતિ ભારતીય કંપનીઓના મુખ્ય (સીઇઓ)ના સમૂહ સાથે ફોટોમાં સામેલ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સંમેલનના આ ફોટાને 23 જાન્યુઆરીએ પીઆઇબીએ જાહેર કર્યો હતો. તેના છ દિવસ બાદ જ પંજાબ નેશનલ બેંકે તેમના વિરૂદ્ધ પ્રથમ ફરિયાદ દાખલ કરી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પીએમ મોદી પર લગાવ્યો હતો આરોપ
જાબ નેશનલ બેંક(પીએનબી)માં બુધવારે લગભગ 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ કૌભાંડનો ખુલાસો સાર્વજનિક ક્ષેત્રની આ બેંક પીએનબી દ્વારા જ કરવામાં આવ્યો હતો. કૌભાંડને અંજામ આપનાર હીરા કારોબારી નિરવ મોદી છે. કોંગ્રેસે કથિત રીતે આરોપ લગાવ્યો છે કે જ્યારે અબજોપતિ કારોબારી નિરવ મોદી લગભગ 12,000 કરોડ રૂપિયાની ચોરી કરીને દેશમાંથી ભાગી રહ્યો હતો, ત્યારે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનું ધ્યાન ક્યાંક બીજે હતું. આ સાથે જ પ્રમુખ વિપક્ષી પાર્ટીએ નિરવની સરખામણી લીકર કિંગ વિજય માલ્યા સાથે કરી નાખે જે બ્રિટનમાં રહે છે. એવું કહેવાય છે કે નિરવ મોદી સ્વિટ્ઝરલેન્ડ ભાગી ગયો છે.
Guide to Looting India
by Nirav MODI
1. Hug PM Modi
2. Be seen with him in DAVOS
Use that clout to:
A. Steal 12,000Cr
B. Slip out of the country like Mallya, while the Govt looks the other way.
— Office of RG (@OfficeOfRG) February 15, 2018
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, 'નિરવ મોદીએ સમજાવ્યું કે ભારતને કેવી રીતે લૂંટી શકાય છે. સૌથી પહેલા પીએમ મોદીને હગ કરો, દાવોસમાં પીએમ મોદી સાથે નજરે ચઢો. દેશના 12000 કરોડ રૂપિયા લૂંટો અને વિજય માલ્યાની જેમ દેશમાંથી રૂપિયા લઈને ભાગી જાઓ.'
અત્રે જણાવવાનું કે આ મામલે અબજોપતિ જ્વેલરી કારોબારી નિરવ મોદી (46)એ કથિત રીતે પીએનબી બેંકની મુંબઈ શાખામાંથી ખોટી રીતે ગેરંટી પેપર (LOU) મેળવીને અન્ય ભારતીય ઋણદાતાઓ પાસેથી વિદેશી ઋણ મેળવ્યું. પીએનબીએ આ કેસમાં દસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે મામલાને તપાસ માટે સીબીઆઈ પાસે મોકલી દીધો છે. નાણાકીય સેવાના સચિવ રાજીવકુમારે કહ્યું કે આ મામલાની અન્ય બેંકો પર કોઈ અસર થશે નહીં. પીએનબીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેની મુંબઈની એક શાખામાં કેટલીક ખોટી રીતે થયેલા અનાધિકૃતિ લેણદેણની માહિતી મળી છે.
અત્રે જણાવવાનું કે, પીએસયૂ બેંક- પંજાબ નેશનલ બેંક (PNB)માં લગભગ 1.77 અરબ ડોલર એટલે કે લગભગ 11,330 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું હતું. આ ફર્જીવાડા બાદ પીએનબીના શેર બુધવારે 10 ટકા તૂટી ગયા, જેથી રોકાણકારોના 3000 કરોડ રૂપિયા ડૂબ્યા. આ પીએનબીના કુલ માર્કેટ કેપિલાઇઝેશનનો એક તૃતિયાંશ ભાગ છે. ગોટાળામાં પીએનબીના 10 અધિકારી-કર્મચારીઓના ના સાથે અરબપતિ ડાયમંડ વેપારી નીરવ મોદી અને જીતાંજલિ જેમ્સના પ્રમુખ ચોક્સીનું પણ નામ સામે આવ્યું છે. ગિન્ની અને નક્ષત્ર પણ વિભિન્ન તપાસ એજન્સીઓની તપાસના દાયરામાં આવી ગઇ છે.
સાર્વજનિક ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું 'ચાર મોટી આભૂષણ કંપનીઓ ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નીરવ મોદી તપાસના ઘેરામાં છે. સીબીઆઇ અને ઇડી તેમની વિભિન્ન બેંકો સાથે સાંઠગાંઠ અને ધનના અંતિમ ઉપયોગની તપાસ કરી રહી છે. આ કંપનીઓ પાસેથી પ્રતિક્રિયાઓ મળી રહી છે.
(ઇનપુટ એજન્સીમાંથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે