મોહાલી બ્લાસ્ટ આતંકી ષડયંત્ર? તપાસમાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન
મોહાલીમાં પંજાબ ગુપ્તચર વિભાગની બિલ્ડિંગની બહાર બ્લાસ્ટ મામલાની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. જાણકારી મળી છે કે આ બ્લાસ્ટની પાછળ પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે.
Trending Photos
મોહાલીઃ પંજાબના મોહાલીમાં ગુપ્તચર વિભાગની બિલ્ડિંગમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. હવે આ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું કે, આ હુમલામાં પાકિસ્તાનમાં બનેલા રોકેટથી ચાલનાર ગ્રેનેડ કે આરપીજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસને માહિતી મળી છે કે ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ 'રિંડા'ના સૈનિક જે આ સમયે પાકિસ્તાનમાં છે, વિસ્ફોટના સમયે પંજાબ ગુપ્તચર વિભાગની બિલ્ડિંગની આસપાસ હતા. પોલીસે એક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મોબાઇલ ફોનનો ડેટા ડંપ કર્યા બાદ તેના પૂરાવા મળ્યા છે.
મોહાલી પોલીસે વિસ્ફોટના સંબંધમાં શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે હુમલામાં ઉપયોગ થનાર લોન્ચરને જપ્ત કરી લીધુ છે અને અન્ય જાણકારી મેળવવામાં આવી રહી છે.
12 કસ્ટડીમાં, લોન્ચર જપ્ત
મોહાલી બ્લાસ્ટ મામલામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં ઉપયોગ કરાયેલ લોન્ચરને પોલીસે જપ્ત કરી લીધુ છે અને આ મામલામાં તમામ પૂરાવાઓનું સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ આ મામલામાં અત્યાર સુધી 12 શંકાસ્પદોને કસ્ટડીમાં લઈ ચુકી છે.
સોમવારે થયો હતો વિસ્ફોટ
મહત્વનું છે કે પંજાબના મોહાલીમાં સોમવારે ગુપ્તચર વિંગ મુખ્યાલય પર એક રોકેટથી ગ્રેનેડ હુમલો કે આરપીજીને છોડવામાં આવ્યું, આ વિસ્ફોટથી બારીઓના કાચ તૂટી ગયા હતા. તો ફોલ્સ સીલિંગનો એક ભાગ પણ પડી ગયો હતો. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે