મનીલોડ્રિંગ કેસમાં મીસા ભારતી અને તેમના પતિને રાહત, CBI કોર્ટમાંથી મળ્યા જામીન

દિલ્હીની કોર્ટે સોમવારે (5 માર્ચ)ના રોજ મની લોડ્રિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલૂ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને તેમના પતિને જામીન આપી દીધા છે. આ બંને સીબીઆઇની વિશેષ કોર્ટમાં રજૂ થયા હતા. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે મીસા અને તેમના પતિ દેશ છોડીને જઇ ન શકે, આમ કરતાં પહેલાં કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. મીસા, આરજેડી અધ્યક્ષ અને બિહાર પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવની પુત્રી છે. આ કેસ મીસા ભારતી અને તેમના પતિ દ્વારા પોતાની કંપની મિશેલ પૈકર્સ એન્ડ પ્રિંટર્સ પ્રાઇવેટના નામ પર દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે સંકળાયેલો છે. આ મામલે ઇડી મીસા સાથે પૂછપરછ કરી ચૂકી છે.
મનીલોડ્રિંગ કેસમાં મીસા ભારતી અને તેમના પતિને રાહત, CBI કોર્ટમાંથી મળ્યા જામીન

નવી દિલ્હી: દિલ્હીની કોર્ટે સોમવારે (5 માર્ચ)ના રોજ મની લોડ્રિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલૂ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને તેમના પતિને જામીન આપી દીધા છે. આ બંને સીબીઆઇની વિશેષ કોર્ટમાં રજૂ થયા હતા. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે મીસા અને તેમના પતિ દેશ છોડીને જઇ ન શકે, આમ કરતાં પહેલાં કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. મીસા, આરજેડી અધ્યક્ષ અને બિહાર પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવની પુત્રી છે. આ કેસ મીસા ભારતી અને તેમના પતિ દ્વારા પોતાની કંપની મિશેલ પૈકર્સ એન્ડ પ્રિંટર્સ પ્રાઇવેટના નામ પર દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે સંકળાયેલો છે. આ મામલે ઇડી મીસા સાથે પૂછપરછ કરી ચૂકી છે.

આરોપી ફર્મની બિઝનેસ ગતિવિધિઓ માટે પતિ તથા સીએ જવાબદાર: મીસા ભારતી
બીજી તરફ મીસા ભારતીનું કહેવું છે કે મની લોડ્રિંગ માટે તપાસના ઘેરામાં આવેલી કંપનીને તેમના પતિ તથા એક સીએ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. સીએનું મૃત્યું થઇ ચૂક્યું છે. તો બીજી તરફ ઇડીનું કહેવું છે કે બનાવટી કંપની દ્વારા 1.2 કરોડ રૂપિયાની મની લોડ્રિંગના ષડયંત્રમાં આ દંપત્તિ 'સક્રિય રીતે સામેલ' હતું. ઇડીએ આ દંપત્તિ વિરૂદ્ધ આરોપ પત્ર ડિસેમ્બરમાં દાખલ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે 'અપરાધ દ્વારા એકઠું કરેલા ધનથી આ બંને પણ સક્રિય રીતે સંલગ્ન રહ્યા અને પક્ષ છે એટલા માટે મની લોડ્રિંગ અપરાધના દોષી છે.'

દિલ્હીની એક કોર્ટે આરોપ પત્ર પર સંજ્ઞાન લેતાં ફરિયાદીની ફરિયાદને મની લોડ્રિંગ વિરૂદ્દ કાયદા હેઠળ ગણવામાં આવી છે અને દંપત્તિને આ કેસમાં આરોપીના રૂપમાં સમન્સ કર્યું હતું. આરોપ પત્ર અનુસાર મીસાએ એક સંક્ષિપ્ત જવાબ આપ્યો અને એજન્સીને કહ્યું કે સંબંધિત ફર્મનો રોજિંદા ઉદ્યોગપતિ શૈલેષ કુમાર જોઇ રહ્યાં હતા, જ્યારે કંપનીનું નાણાકીય વિવરણ સીએ સંદીપ શર્મા સંભાળી રહ્યાં હતા. સંદીપ શર્માનું નિધન થઇ ચૂક્યું છે. એજન્સીના અનુસાર મીસાનું કહેવું છે કે ક6પની તથા તેના દ્વારા ખરીદવામાં આવેલા ફાર્મ હાઉસ સંબંધી પ્રશ્નોના જવાબ તો તેના પતિ તથા 'દિવંગત સીએ) જ આપી શકે છે. 

(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news