44 ડિગ્રી તાપમાનમાં રાહત આપનારા સમાચાર, કેરલમાં 30 મે સુધી પહોંચશે ચોમાસુ
મેમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ભીષણ ગર્મી અને તાપથી લોકો બિમાર પડી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ મેમાં પારો 45 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ભિષણ ગરમીને કારણે લોકો બિમાર થઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું કે, કેરલમાં ચોમાસુ આવતા પહેલા વરસાદ શરૂ થઈ ગયો છે. આ સિવાય બંગાળની ખાડી, દક્ષિણ અંડમાન અને નિકોબાર મહાદ્વીપના કેટલાક વિસ્તારમાં ચોમાસા પૂર્વે વરસાદ થયો છે. કેરલ, આસામ અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. તેનાથી અનુમાન છે કે, આગામી ચાર દિવસમાં ચોમાસુ આવી જશે.
પહેલી જૂન પહેલા આવશે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે ચોમાસુ આવવામાં વધુ સમય બચ્યો નથી. આ દર વર્ષની સત્તાવાર તારીખ એક જૂન પહેલા આવશે. વિભાગનું કહેવું છે કે, આ વખતે પહેલા કરતા ચોમાસુ સારૂ થશે. અરબ સાગરમાં ચોમાસાની સ્થિતિ સારી બની રહી છે. તે આગામી બે દિવસમાં સક્રિય થાય તેવી સંભાવના છે. આ વચ્ચે પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં વાવાઝોડું મેકુનુનો દવાબ બની રહ્યો છે.
જુલાઈ અને ઓગસ્ટમાં થશે સારો વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડીએસ પઈએ કહ્યું કે, ચોમાસુ દેશના બાકીના ભાગમાં કેવું રહેશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. અમેરિકા સ્થિત હવામાન અનુમાન સંસ્થા એક્કૂ વેધરે કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ થવાની પણ સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે