માતાની સારવાર માટે પૈસા નહોતા તો કિડની વેચવા હોસ્પિટલ પહોંચી ગયો કિશોર, બાળકની લાચારી જોઈ ડોક્ટર રડી પડ્યા
દુનિયા 'મધર્સ ડે' ઉજવવાની તૈયારીમાં લાગી છે. પરંતુ મધર્સ ડેથી અજાણ એક માસૂમ પોતાની માતાની સારવાર માટે પોતાની કિડની વેચવા હોસ્પિટલ પહોંચી ગયો. બાદમાં ડોક્ટરોએ તેને સમજાવ્યું કે કિડની વેચવી ગુનો છે. ડોક્ટરોએ તેની માતાની ફ્રી સારવાર કરવાનો વિશ્વાસ આપ્યો છે.
Trending Photos
રાંચીઃ બાળપણમાં પિતાનો સાથ છુટી ગયો, પરંતુ હવે મારી માતાને ગુમાવવા માંગતો નથી, આ કહેવું છે રાંચીની એક હોટલમાં કામ કરતા કિશોર દીપાંશુ કુમારનું. દીપાશું મૂળ રૂપથી બિહારના ગયા જિલ્લાનો રહેવાસી છે. તેના પિતાનું બાળપણમાં નિધન થઈ ગયું હતું. માતાએ મજૂરી કરીને તેને મોટો કર્યો. પરંતુ માતાની મુશ્કેલી દૂર કરવા માટે દીપાંશુ રાંચી આવી ગયો અને એક હોટલમાં કામ કરતો હતો. આ દરમિયાન તેની માતાનો પગ ભાંગી ગયાના સમાચાર મળ્યા. પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે માતાની સાવરાર કરાવી શકે. પૈસાના અભાવમાં તેના માતાની સારવાર રોકાઈ ગઈ, ત્યારે તેણે કિડની વેચીને પૈસા ભેગા કરવાનું વિચાર્યું.
કિડની વેચવા માટે ગ્રાહક શોધવા હોસ્પિટલ પહોંચ્યો કિશોર
માતાને બચાવવા માટે દીપાંશુ હોસ્પિટલ-હોસ્પિટલ ફરીને પોતાની કિડની વેચવા માટે ગ્રાહક શોધવા લાગ્યો હતો. આ ક્રમમાં દીપાંશુ શહેરની એક પ્રસિદ્ધ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દીપાંશુ હોસ્પિટલની આસપાસ લોકોની તપાસ કરી રહ્યો હતો કે કોને કિડનીની જરૂર છે. કિડની કેટલામાં વેચાશે, તે પૈસાથી માતાની સારવાર સંભવ થઈ શકે કે નહીં.
गरीबी और मजबूरी की चरम सीमा तो देखिए ,एक बच्चा आज
अपने मां के इलाज के लिए किडनी बेचने गया था,घर में मां और
बहन है,पिता की मृत्यु हो चुकी है,वह किसी होटल में काम करता है,
एक सज्जन व्यक्ति ने उसे हमारे बारे में बताया तथा हमारी टीम ने
उसे समझाया की किडनी बेचना एक दंडनीय… pic.twitter.com/d2kUmbJjfl
— Dr Vikas Kumar (@drvknarayan) May 10, 2023
કિડની વેચવાની વાત સાંભળી હોસ્પિટલના કર્મચારીઓ ગભરાઈ ગયા
કિડની વેચવાની વાત સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. તેણે કિશોરને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે કિડની વેચવાના નિર્ણય પર અડગ રહ્યો. આ પછી, હોસ્પિટલ સ્ટાફ કિશોરને એક જગ્યાએ લઈ ગયો જ્યાં તે ડૉક્ટરોને મળ્યો, જેને પૃથ્વીના ભગવાન કહેવામાં આવે છે. ડોક્ટરે માતાને સાજા થવાની ખાતરી આપ્યા બાદ તેને રાંચી લાવવાની સલાહ આપી. આ સાથે તેમને ડૉક્ટર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કિડની વેચવી એ સજાપાત્ર ગુનો છે.
રિમ્સના ડોક્ટરોએ સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનો વિશ્વાસ આપ્યો
કિડની વેચવા આવેલા યુવકની રજૂઆત સાંભળીને રિમ્સના ન્યૂરો સર્જરીના સીનિયર રેઝિડેન્ટ ડોક્ટર વિકાસ અને તેના સહયોગી પણ ચોંકી ગયા. તે બધાએ દીપાંશુની માતાની સારવાર રિમ્સમાં કરાવવા અને તેની સારવારનો ખર્ચ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ દીપાંશુ હવે પોતાના માતાને ગામથી રાંચી લાવવાની તૈયારીમાં લાગી ગયો છે. હાલ દીપાંશુ પોતાની માતાને મળવા તેના ગામ ગયો છે.
દલાલના ચક્કરમાં પડવાની આશંકાને લઈને ટ્વીટ
આ વચ્ચે દીપાંશુની જરૂરીયાતનો કોઈ દલાલ ફાયદો ન ઉઠાવી લે અને તેની કિડની ન કાઢી લે તે માટે ડો. વિકાસે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પોલીસ વિભાગને ટેગ કર્યું. તો બાળકે પણ પોતાની મુશ્કેલીનો વીડિયો બનાવી લોકોને માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે