પહેલાં રાજ્યસભામાંથી પત્તું કપાયું, હવે ન મળી લોકસભાની ટિકિટ, નકવીના કરિયરને લઈને આશંકા

રાજ્યસભા બાદ લોકસભા પેટાચૂંટણીમાં ટિકિટ ન મળવાથી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું કરિયરને લઈને આશંકા વધી ગઈ છે. નકવીનો રાજ્યસભા સાંસદ તરીકે કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. 
 

પહેલાં રાજ્યસભામાંથી પત્તું કપાયું, હવે ન મળી લોકસભાની ટિકિટ, નકવીના કરિયરને લઈને આશંકા

નવી દિલ્હીઃ રાજ્યસભા બાદ લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને લઈને આશંકા વધી ગઈ છે. રાજ્યસભા સાંસદ નકવીનો કાર્યકાળ 7 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ભાજપે શનિવારે ઉત્તર પ્રદેશમાં બે સીટો પર યોજાનારી લોકસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં નકવીનું નામ નથી. ભાજપે દિનેશ લાલ યાદવ નિરહુઆને આઝમગઢથી જ્યારે રામપુરથી ધનશ્યામ લોધીને ઉમેદવાર બનાવ્યા છે. 

ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ઉત્તર પ્રદેશની બે લોકસભા અને ચાર રાજ્યોની સાત વિધાનસભામાં યોજાનાર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આઝમગઢથી ભોજપુરી અભિનેતા નિરહુઆને ટિકિટ મળી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં નિરહુઆ આ સીટ પર અખિલેશ સામે હારી ગયા હતા. 

તો રામપુર સીટથી ઘનશ્યામ લોધીને ટિકિટ મળી છે. લોધી આ વર્ષેની શરૂઆતમાં સપા છોડી ભાજપમાં આવ્યા હતા. લોધીને આઝમ ખાનના નજીકના માનવામાં આવે છે. મહત્વનું છે કે યુપીની આઝમગઢ અને રામપુર સીટ સપા નેતા અખિલેશ યાદવ અને આઝમ ખાન દ્વારા વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડી છે. 

તો ભાજપે દિલ્હીમાં રાજેન્દ્ર નગર સીટ પર રાજેશ ભાટિયાને ટિકિટ મળી છે. આ સીટ આપ નેતા રાઘવ ચડ્ઢાના રાજ્યસભા જવાથી ખાલી પડી છે. ત્રિપુરાના નવા મુખ્યમંત્રી માનિક સાહાને ટાઉન બોરદોવાલી સીટથી ટિકિટ મળી છે. મહત્વનું છે કે સાહા હાલમાં બિપ્લબ દેબની જગ્યાએ ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા હતા. 

સંકટમાં મુખ્તાર અબ્બાસ નકવીનું કરિયર!
રાજ્યસભાની ટિકિટ ન મળ્યા બાદ આશા હતી કે ભાજપ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને યુપીમાં લોકસભાની પેટાચૂંટણી લડાવી શકે છે. પરંતુ શનિવારે જાહેર થયેલા ઉમેદવારોમાં નકવીનું નામ ન હોવાથી તેમના રાજકીય કરિયરને લઈને આશંકા વધી ગઈ છે. નકવીનો રાજ્યસભા કાર્યકાળ 7 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ નકવીને સંસદમાં લાવવા માટે હજુ અન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ છે. હવે જોવાનું તે રહેશે કે નકવી કેન્દ્રીય મંત્રી બન્યા રહેશે કે પાર્ટી કોઈ મહત્વની જવાબદારી સંગઠનમાં આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news