વરસાદના લીધે પાણી ભરતા વ્યક્તિએ કરી મશ્કરી, લોકોએ કહ્યું- WoW મુંબઇ બન્યું માલદીવ
મુંબઇમાં સોમવઆરથી પડી રહેલા ભારે વરસાદથી શહેરીજનોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. પાણી ભરાવવાની ઘટનાઓ અને વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Trending Photos
Man Lies On Waterlogged Road: મુંબઇમાં સોમવઆરથી પડી રહેલા ભારે વરસાદથી શહેરીજનોને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે. પાણી ભરાવવાની ઘટનાઓ અને વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા વિસ્તારો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિ પાણી ભરેલા રોડ પર શાંતિથી સૂતો દેખાય છે, જ્યાએ બસ અને કાર પસાર થઇ રહી છે અને તેના પર પાણીના છાંટા ઉડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઇને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર
વીડિયો વિક્રાંત જોશી નામના વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરી છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે ધન્યવાદ, BMC, આ આદમીને મલાડમાં માલદીવનો અહેસાસ કરાવવા માટે. આ વીડિયોને શેર કરતાં જ અત્યાર સુધી હજારો લોકો દ્રારા જોવાઇ ચૂક્યો છે.
10 હજારથી વધુ વાર થયો શેર
આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 10,000થી વધુ ફેસબુક યૂઝર્સ શેર કરી રહ્યા છે. એક યૂઝરે પોતાના બે મિત્રોને ટેગ કરીને લખ્યું 'ચલો માદીવ જઇએ. એક અન્ય યૂઝરે પણ આ પ્રકારની કોમેન્ટ કરતાં લખ્યું કે 'માલદીવ ઇન મલાડ'
This man feel Maldives in Malad 😄😄bheegi bheegi sadkon par tera intezaar karu …#Mumbaiweather #mumbailocals#MumbaiRains #MumbaiMonsoon pic.twitter.com/AbVJkxKF2L
— 🆂🅷🅰🅷🅸🅳 (@iamshahidkhan42) July 8, 2022
યૂઝર કરી રહ્યા છે કોમેન્ટ્સ
તો બીજી તરફ એક ત્રીજા યૂઝરે લખ્યું કે એવું લાગે છે કે મિત્રએ પણ માલદીવને મહેસૂસ કરાવવામાં પોતાની મદદ કરી છે. તમને જણાવી દઇએ કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ બૃહન્મુંબઇ નગર નિગમના લોકોએ સમુદ્ર કિનારે જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે