નાગાલેન્ડની ઘટના પર એક્શનમાં ભારતીય સેના, લીધુ આ મોટું પગલું 

નાગાલેન્ડમાં ઘટેલી ઘટનાને લઈને ભારતીય સેના એક્શન મોડમાં છે. સેનાએ નાગાલેન્ડની ઘટનાને ગંભીરતાથી લીધી છે. ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (Court Of Inquiry) રચી છે. હવે આ કેસની તપાસ મેજર જનરલ રેન્કના અધિકારી કરશે. 4 ડિસેમ્બરના રોજ નાગાલેન્ડમાં થયેલા ફાયરિંગમાં 13 જેટલા નાગરિકોના મોત થયા છે. સેનાને ઘટનાસ્થળે આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જ્યારે સેનાના જવાનોએ વાહનો રોકવા માટે કહ્યું તો ગ્રામીણો થોભ્યા નહતા. 

Updated By: Dec 6, 2021, 03:03 PM IST
નાગાલેન્ડની ઘટના પર એક્શનમાં ભારતીય સેના, લીધુ આ મોટું પગલું 

કોહિમા: નાગાલેન્ડમાં ઘટેલી ઘટનાને લઈને ભારતીય સેના એક્શન મોડમાં છે. સેનાએ નાગાલેન્ડની ઘટનાને ગંભીરતાથી લીધી છે. ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (Court Of Inquiry) રચી છે. હવે આ કેસની તપાસ મેજર જનરલ રેન્કના અધિકારી કરશે. 4 ડિસેમ્બરના રોજ નાગાલેન્ડમાં થયેલા ફાયરિંગમાં 13 જેટલા નાગરિકોના મોત થયા છે. સેનાને ઘટનાસ્થળે આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જ્યારે સેનાના જવાનોએ વાહનો રોકવા માટે કહ્યું તો ગ્રામીણો થોભ્યા નહતા. 

નાગાલેન્ડની ઘટના પર શું કહ્યું સીએમ રિયોએ?
નાગાલેન્ડની ઘટના પર મુખ્યમંત્રી નેફિયો રિયોએ કહ્યું કે મંત્રી સાથે વાત થઈ છે. તેઓ આ મામલે ખુબ ગંભીર છે. ઘટનામાં માર્યા ગયેલા લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે. ઘાયલોની મદદ પણ કરાઈ છે. અફસ્પા (AFSPA) ને પાછો ખેંચવો જોઈએ. કારણ કે આપણે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છીએ અને તે કાળો ધબ્બો છે. 

ગૃહમંત્રી નાગાલેન્ડ પર બંને ગૃહોમાં આપશે જવાબ
અત્રે જણાવવાનું કે નાગાલેન્ડ ફાયરિંગ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સંસદના બંને ગૃહોમાં જવાબ આપશે. વિપક્ષી સાંસદોએ આજે સદનમાં આ ઘટનાને લઈને અવાજ ઉઠાવ્યો. ઘટનામાં એક જવાન સહિત 13 નાગરિકો માર્યા ગયા. આ બધા વચ્ચે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નોર્થ ઈસ્ટમાંથી AFSPA હટવો જોઈએ. તે ત્યાંના લોકો સાથે અન્યાય છે. 

ઘટનાવાળા દિવસે શું થયું હતું?
અત્રે જણાવવાનું કે શનિવારે ફાયરિંગમાં 12 નાગરિકો અને એક જવાનના મોત થયા હતા. આરોપ છે કે ફાયરિંગ કથિત રીતે સુરક્ષાદળો તરફથી કરવામાં આવ્યું હતું. ઘટના બાદ નાગાલેન્ડના સીએમ નેફિયો રિયોએ તપાસ માટે એક એસઆઈટી રચી છે. જ્યારે સેનાએ પણ આ ઘટનાને ખુબ ગંભીરતાથી લીધી છે. નોંધનીય છે કે નાગાલેન્ડની ફાયરિંગની ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા રવિવારે મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા બંધ કરાઈ હતી. જેથી કરીને કોઈ પણ ફેક ન્યૂઝ ન ફેલાય અને તણાવ પણ ન વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર દુખ જતાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube