પૈરા-એથલીટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રપતિએ પુરસ્કાર એનાયત

દીપા મલિકે 2016માં રિયો પેરાલિંપિકમાં શૉટ પુટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું

પૈરા-એથલીટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રપતિએ પુરસ્કાર એનાયત

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિયો પૈરાલિમ્પિક 2016માં પદક જીતનારી પહેલી ભારતીય મહિલા એથલીટ દીપા મલિકને ગુરૂવારે રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કર્યા. એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલવાન બજરંગ પુનિયા પણ આ એવોર્ડ માટે ચૂંટાયા પરંતુ તેઓ ભારતમાં નથી, જેથી તેમને પછીથી એવોર્ડ સોંપવામાં આવશે.

RBIનો વાર્ષિક અહેવાલ: 2018-19માં બેંકોને 71 હજાર કરોડનો ચુનો, 6801 કેસ
હરિયાણાના સોનીપતમાં જન્મેલા દીપા મલિકે 2016માં રિયો પેરાલિંપિકમાં શૉટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં એક સાદા સમારંભમાં દીપાને આ પ્રતિષ્ઠિત એવોર્ડતી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં કેન્દ્રીય રમત મંત્રી કિરણ રિજિજૂ, ડૉ. હર્ષવર્ધન સહિત અન્ય હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. 

એક સમયે બંગ્લા માટે જામ કર્યું હતું આખુ રાજ્ય, આજે પાર્ટીની માન્યતા પર પણ ખતરો
સાઇના નેહવાલ અને લક્ષ્ય સેન જેવા સ્ટાર શટલરોને કોચિંગ આપનારા વિમલ કુમારને દ્રોણાચાર્ય એવોર્ડથીી સન્માનિત કરવામાં આવ્યા. ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા, રામબીર સિંહ ખોકર (કબડ્ડી), મેજબાન પટેલ (હૉકી) અને સંજય ભારદ્વાજ (ક્રિકેટ)ને દ્રોણાચાર્ય એવોર્ડ (લાઇફ ટાઇમ કેટેગરી) દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

બિનજવાબદાર નિવેદનોથી વાતાવરણ ડહોળવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા શટલર બી.સાઇ પ્રણીત, સ્વપન્ના બર્મન (હેપ્ટૈથલોન), એસ. ભાસ્કર (બોડી બિલ્ડિંગ), સોનિયા (બોક્સિંગ), પુનમ યાદવ (ક્રિકેટ), રેસલર પુજા ઢાંડા, પ્રમોદ ભગત (પૈરા બેડમિન્ટન), હરમીત દેસાઇ (ટેટે) ફવાદ મિર્ઝા (ઘોડેસવારી) ને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

રાષ્ટ્રપતિએ મેન્યુઅલ ફેડરિક્સ (હોકી), અરુપ બસક (ટેબલ ટેનિસ), મનોજ કુમાર (કુશ્તી), નીતેન કિર્રતાને (ટેનિસ) અને લાલરેમસાનગા (તિરંદાજી) ને ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કર્યા. જે ખેલાડી અને કોચ આ સમારંભમા ભાગ નહી કરી શકે, તેમને ત્યાર બાદ આ એવોર્ડ સોંપવામાં આવશે. તેમાં બજરંગ પૂનિયા ઉપરાંત ક્રિકેટર રવિંદ્ર જાડેજા, મોહમ્મદ અનસ અને અંજુમ મોદ્ગિલ વગેરેનો સમાવેશ થાય છે. 
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ : બજરંગ પુનિયા - કુશ્તી, દીપા મલિક -પેરા એથલીટ
દ્રોણાચાર્ય એવોર્ડ (રેગ્યુલર કેટેગરી) : વિમલ કુમાર (બેડમિંટન), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ), મોહિંદર સિંહ ઢિલ્લો (એથલેટિક્સ)
લાઇફ ટાઇમ કેટેગરી: મેજબાન પટેલ- હોકી, રામબીર સિંહ ખોખર- કબડ્ડી, સંજય ભારદ્વાજ - ક્રિકેટ
અર્જુન એવોર્ડ : તેજિંદરપાલ સિંહ તૂર-એથલેટિક્સ, મોહમ્મદ અનસ યાહિયા - એથલેટિક્સ, એસ. ભાસ્કર - બોડી બિલ્ડિંગ, સોનિયા લાથર- બોક્સિંગ, રવિંદ્ર જાડેજા- ક્રિકેટ, ચિંગલેનસાના સિંહ કંગુજમ- હોકી, અજ ઠાકુર- કબડ્ડી, ગૌરવ સિંહ ગિલ - મોટર સ્પોર્ટ, પ્રમોદ ભગત- પેરા સ્પોર્ટ (બેડમિંટન), અંજુમ મોદ્ગિલ- શુટિંગ, હરમીત રાજુલ દેસાઇ (ટેબલ ટેનિસ), પુંજા ઢાંઢા - રેસલિંગ, ફવાદ મિર્ઝા - ઘોડેસવારી, પુનમ યાદવ - ક્રિકેટ, સ્વપ્ના બર્મન - એથલેટિક્સ, સુંદર સિંહ ગુર્જર- પેરા સ્પોર્ટ્સ, સાઇ પ્રણીત- બેડમિંટન, સિમરન સિંહ શેરગિલ- પોલો.
 ધ્યાનચંદ એવોર્ડ : મેન્યુઅલ ફૈડરિક્સ -હોકી, અરૂણ બસક - ટેબલ ટેનિસ, મનોજ કુમાર - કુશ્તી, નિતેન કિર્રતાને- ટેનિસ અને લાલરેમસાનગા- તિરંદાઝી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news