NCB ની મોટી કાર્યવાહી; અનન્યા પાંડેના ઘરેથી જપ્ત કર્યો આ સામાન, શાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ

શાહરૂખ ખાન પર એક પછી એક મુસીબતો આવી રહી છે. એક તો આર્યન ખાનને હજુ સુધી જામીન નથી મળ્યા અને હવે એનસીબીના અધિકારીઓ બોલીવુડ સુપરસ્ટારના ઘરે પહોંચી ગયા છે.

NCB ની મોટી કાર્યવાહી; અનન્યા પાંડેના ઘરેથી જપ્ત કર્યો આ સામાન, શાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ

મુંબઈ: શાહરૂખ ખાન પર એક પછી એક મુસીબતો આવી રહી છે. એક તો આર્યન ખાનને હજુ સુધી જામીન નથી મળ્યા અને હવે એનસીબીના અધિકારીઓ બોલીવુડ સુપરસ્ટારના ઘરે પહોંચી ગયા છે. આર્યન ખાનની ધરપકડ બાદ એવી અટકળો હતી કે એનસીબી મન્નત જઈને તલાશી લેશે. હવે એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી અને ઘરની તલાશી લઈ રહી છે. આજે જ શાહરૂખ પુત્ર આર્યન ખાનને મળવા માટે જેલમાં ગયા હતા. 

મન્નત પહોંચી એનસીબીની ટીમ
NCB એ એક રેડ પાર્ટીમાંથી આર્યનની ધરપકડ કરી હતી અને પછી 3 ઓક્ટોબરથી આર્યન ખાન જેલમાં છે. હજુ તેની જામીન અરજી પર કોઈ નિર્ણય આવ્યો નથી. આજે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના મુંબઈ સ્થિતિ ઘર મન્નત પર પહોંચી. કહેવાય છે કે એનસીબી આર્યન ખાનના રૂમથી લઈને અન્ય ચીજોનું સર્ચ ઓપરેશન કરી રહી છે. એનસીબીએ આર્યન પર 'ઈન્ટરનેશનલ ડ્રગ્સ તસ્કરી'નો આરોપ લગાવ્યો હતો. આવામાં એનસીબીને શક છે કે આર્યન પાસેથી કેટલાક વધુ પુરાવા મળી શકે છે. 

Earlier today, Shah Rukh Khan met son Aryan at Arthur Road Jail

Bombay High Court to hear Aryan Khan's bail application on 26th October pic.twitter.com/SyzoWVi9UL

— ANI (@ANI) October 21, 2021

શાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ
સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં એક નોટિસ આપી છે. આ નોટિસમાં લખ્યું છે કે જો આર્યન ખાન પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તેના પરિવારે તે એનસીબી પાસે જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત આર્યન ખાન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. જેમાં તેના એજ્યુકેશન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. જો તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. જેમાં દવાઓની જાણકારી અને અન્ય પ્રિસ્ક્રિપ્શન સામેલ છે. આ સાથે જ વિદેશમાં જ્યાં પણ આર્યને ટ્રાવેલ કર્યું તે સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી વીવી સિંહ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સંલગન થોડું પેપરવર્ક રહી ગયું હતું જેના માટે તેઓ આવ્યા છે. 

અત્રે જણાવવાનું કે 20 ઓક્ટોબરના રોજ કોર્ટમાં આર્યનની જામીન પર સુનાવણી પહેલા એનસીબીએ કહ્યું હતું કે તેમણે કોર્ટમાં આર્યનની વોટ્સએપ ચેટ્સ સબમિટ કરી દીધી છે. એનસીબીએ તે વખતે કહ્યું હતું કે પોલીસને ડ્રગ્સ સંબંધિત જે વોટ્સએપ ચેટ્સ મળી છે તે કથિત રીતે આર્યન અને એક ડેબ્યુ અભિનેત્રી વચ્ચેની છે. જો કે તે સમયે એનસીબીએ અભિનેત્રીના નામનો ખુલાસો કર્યો નહતો. એનસીબીએ તેના ઘરે પણ દરોડો પાડ્યો હોવાનું કહેવાય છે. 

Visuals from Ananya Pandey's residence pic.twitter.com/U5ssrIxpph

— ANI (@ANI) October 21, 2021

અનન્યા પાંડેના ત્યાં પહોંચી ટીમ
અન્ય એક ચોંકાવનારા સમાચાર એ છે કે બોલીવુડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેના ઘરે પણ એનસીબીની ટીમ પહોંચી ગઈ છે. કહેવાય છે કે અભિનેત્રીનું વોટ્સએપ ચેટમાં નામ આવ્યું હતું. એનસીબીએ અનન્યા પાંડેને બપોરે 2 વાગે પૂછપરછ માટે બોલાવી છે. આર્યન ખાનની ચેટથી અનન્યા પાંડેના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ એનસીબીએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. એનસીબીને મળેલી વોટ્સએપ ચેટ્સમાં સામે આવ્યું હતું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરશે. તેઓ ઈન્વેસ્ટિગેશનની તૈયારી કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news