Tata Punch ના આકર્ષક Features જોઈ ખુશ થઈ જશે દિલ! હાલ માર્કેટમાં આ ગાડીની ચર્ચા છે!

ટાટાએ આ અઠવાડિયે માઇક્રો એસયુવી સેગમેન્ટમાં તેની નવીનતમ કાર ટાટા પંચ રજૂ કરી છે આ કાર લૉન્ચ થતાં પહેલા તેની સુવિધાઓના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ કારમાં માત્ર સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ જ નહીં  પણ બ્રેકિંગ સિસ્ટમથી લઈને ડોર ઓપનિંગ સુધી ઘણી સારી સુવિધાઓ પણ આપી છે.

Updated By: Oct 21, 2021, 01:08 PM IST
Tata Punch ના આકર્ષક Features જોઈ ખુશ થઈ જશે દિલ! હાલ માર્કેટમાં આ ગાડીની ચર્ચા છે!

નવી દિલ્હીઃ ટાટાએ આ અઠવાડિયે માઇક્રો એસયુવી સેગમેન્ટમાં તેની નવીનતમ કાર ટાટા પંચ રજૂ કરી છે આ કાર લૉન્ચ થતાં પહેલા તેની સુવિધાઓના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ કારમાં માત્ર સારી ગ્રાઉન્ડ ક્લિયરન્સ જ નહીં  પણ બ્રેકિંગ સિસ્ટમથી લઈને ડોર ઓપનિંગ સુધી ઘણી સારી સુવિધાઓ પણ આપી છે. ચાલો આ કાર વિશે જાણીએ. જોકે આ કાર 4 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ કંપનીએ હજુ સુધી તેની કિંમત જાહેર કરી નથી. જોકે, તે માત્ર 21 હજાર રૂપિયા ચૂકવીને બુક કરાવી શકાય છે. સોશિયલ મીડિયાથી લઈને મેનસ્ટ્રીમ મીડિયા સુધી, આ કાર વિશે ઘણી માહિતી બહાર આવી છે અને તેના ફીચર્સ એકદમ આકર્ષક છે.

Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

ટાટા પંચના એન્જિનમાં શું છે ખાસ:
ટાટા પંચ કાર 1.2-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 85 બીએચપી અને 113 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ સિસ્ટમ અને પાંચ-સ્પીડ AMT ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. આ એન્જિન ડાયનાપ્રો ટેકનોલોજી સાથે આવે છે, જે એન્જિનમાં પ્રેશરને બદલે  ધીમે ધીમે ફ્યૂલ ડિલીવર કરે છે. જેથી કરીને ફ્યૂલ બચે છે. અને સારી માત્રામાં પાવર જનરેટ કરે છે. એએમટી ટ્રાન્સમિશન એલ્ટિટ્યૂડ એડજસ્ટ ટ્યુનીંગ મેપ્સ સાથે આવે છે, જે કારને ઉંચી ચઢાઈમાં મદદ કરે છે.

T20 World Cup માં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? BCCI એ આપ્યો આ જવાબ

ટ્રેક્શન પ્રો મોડ:
ટાટા પંચ AMT વેરિએન્ટમાં ટ્રેક્શન પ્રો મોડ આપવામાં આવ્યો છે, જે આ ઈન્ડસ્ટ્રીની પ્રથમ સુવિધા છે, જેને ટાટાએ રજૂ કરી છે. આ સુવિધા તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે તે ના માત્ર સારા રસ્તાઓ પર જ અસરકારક સાબિત થશે, પણ કાદવ જેવા નીચા ટ્રેક્શનમાંથી કારને દૂર કરવામાં પણ સક્ષમ હશે. ગ્રામીણ વિસ્તારોમાં, જો કોઈ કારનું ટાયર ફસાઈ જાય, તો તે ખૂબ જ સરળતાથી નીકળી જશે. સામાન્ય રીતે આવતી ટ્રેક્શન કંટ્રોલ સુવિધાની તુલનામાં તે એકદમ આધુનિક છે.

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી! વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

ટાટા પંચમાં સારુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ:
ટાટા પંચ કારમાં વધુ સારુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, જે 187 mmની  છે, જ્યારે આ સેગમેન્ટની અન્ય કારની ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160 mmથી 165 mm સુધીની છે. એકંદરે, તેને ઓફ-રોડ પર પણ ચલાવી શકાય છે.

90 ડિગ્રી સુધી ખુલે છે દરવાજા:
ટાટા અલ્ટ્રોઝની જેમ, ટાટા પંચમાં દરવાજા 90 ડિગ્રી સુધી ખોલી શકાય છે. આનાથી કારમાં પ્રવેશવું અને ઉતરવું બંને સરળ બને છે. આ સુવિધા તે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે જેમના પરિવારમાં વૃદ્ધ લોકો છે, જેથી તેમને કારમાં આવવા અને બહાર નીકળવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!