લૉકડાઉનઃ દેશભરમાં NEET, JEEની પરીક્ષા સ્થગિત, હવે મેના અંતમાં યોજાશે
કોરોના વાયરસને કારણે દેશભરમાં યોજાનારી નીટ અને JEEની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા મેના અંતિમ સપ્તાહમાં આયોજીત થશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં યોજાનારી નીટ અને JEEની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. એચઆરડી મંત્રીએ ટ્વીટમાં લખ્યું કે માતા-પિતા અને વિદ્યાર્થીઓને કોઈપણ અસુવિધાથી બચવા માટે વિભિન્ન પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. મેં મેના અંતિમ સપ્તાહ સુધી NEET (UG) 2020 અને JEE મેઇનની પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ને નિર્દેશ આપ્યો છે.
માનવ સંસાધન અને વિકાસ (માનસ સંશાધન વિકાસ) મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક ટ્વીટમાં કહ્યું કે, રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) 2020 જે 3 મેએ આયોજીત થવાની હતી, હવે તેને મેના અંતિમ સપ્તાહ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે તે પણ જણાવ્યું કે, સંયુક્ત પ્રવેશ પરીક્ષા કે જેઈઈ મેન પણ પાછલા સપ્તાહે મેમાં આયોજીત કરવામાં આવશે.
Since Parents and Students have to travel to different examination centres, to avoid any inconvenience to them, I have directed National Testing Agency @DG_NTA to postpone NEET (UG) 2020 and JEE(Main) till last week of May. pic.twitter.com/loji50ZQq3
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) March 27, 2020
એચઆરડી મંત્રીએ લખ્યું, 'માતા-પિતા અને વિદ્યાર્થીઓને કોઈપણ અસુવિધાથી બચવા માટે વિભિન્ન પરીક્ષા કેન્દ્રોની યાત્રા કરવી પડે છે. મેં મેના અંતિમ સપ્તાહ સુધી NEET (UG) 2020 અને JEE મેઇનની પરીક્ષા સ્થગિત કરવા માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ને નિર્દેશ આપ્યો છે. '
મહત્વનું છે કે નીટ પરીક્ષા માટે દેશભરમાં 15 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ અરજી કરી હતી અને અંદાજીત 9 લાખ જેઈઈ મુખ્ય એપ્રિલ સત્ર યોજાનારી પરીક્ષામાં ભાગ લેવાના હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે