કિન્નરોને ભૂલેચૂકે આ વસ્તુઓ દાનમાં ન આપતા...નહીં તો પાયમાલ થઈ જશે તમારું જીવન!

કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

Updated By: Oct 18, 2021, 02:30 PM IST
કિન્નરોને ભૂલેચૂકે આ વસ્તુઓ દાનમાં ન આપતા...નહીં તો પાયમાલ થઈ જશે તમારું જીવન!
સાંકેતિક તસવીર

આપણા ત્યાં ધાર્મિક ગ્રંથોમાં કિન્નરોની ઉત્પતિ વિશે ઉલ્લેખ કરેલો છે. આમ તો કિન્નરોના જન્મને ક્યારેય શુભ ગણાતું નથી. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

કિન્નરોને દાન
હિન્દુ ધર્મગ્રંથો મુજબ એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જે ક્યારેય કિન્નરોને દાન કરવી જોઈએ નહીં. એવું મનાય છે કે જે વ્યક્તિ આવી ચીજો કોઈ કિન્નરને દાન કરે છે તેના ઘરમાંથી બરકત જતી રહે છે અને ધીરે ધીરે જીવન પાયમાલી તરફ વધે છે. 

ઝાડુ
ધાર્મિક ગ્રંથો મુજબ ઝાડુને ખુબ જ શુભ અને સ્વયં દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કોઈ કિન્નરને તેનું દાન કરવું ખાસ કરીને નિષેધ છે. કિન્નરોને ઝાડુનું દાન કરવું એ દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બને છે. આથી ભૂલેચૂકે કોઈ કિન્નરને ઝાડુનું દાન કરવું જોઈએ નહીં. 

Mumbai-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, ટ્રક-ટ્રેલર વચ્ચે ચગદાઈ કાર, 3ના મોત, Video જોઈ હચમચી જશો

પ્લાસ્ટિકનો સામાન
એવું માનવામાં આવે છે કે કોઈ કિન્નરને તેનું દાન કરવું એ ઘરના સભ્યોની પ્રગતિમાં અડચણ પેદા કરે છે. આ સાથે જ ધન સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિકને અપવિત્રની સંજ્ઞા અપાયેલી છે. 

પહેરેલા કપડાં
ક્યારેય કિન્નરને ગંદા કે પહેરેલા કપડાં દાન કરવા જોઈએ નહીં. આવું દાન આપવાથી તમારા ઘરમાં સમસ્યાઓનું આગમન થાય છે અને જીવન પરેશાનીઓથી ઘેરાય છે. જ્યારે પણ તમે કોઈ કિન્નરને કપડાં આપવા લાગો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તે જૂના કે ગંદા ઉપયોગમાં લેવાયેલા ન હોય. 

Knowledge Story: એક એવા રાજનેતા જે ભારતના નાણામંત્રી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા, જાણો કેવી રીતે

સરસવના તેલનું દાન
કિન્નરોને ક્યારેય તેલનું દાન કરવું જોઈએ નહીં. તેલનું દાન કરવું એ ઘરમાં દુર્ઘટનાઓ અને પરોક્ષ આફતો તરફ સંકેત આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube