નવજાત બાળક રડે છે, બરાડા પાડે છે, પણ તેની આંખમાંથી આંસુ કેમ નથી નીકળતા?

નવજાત બાળકો શું પોતાની માંગ પૂરી કરવા માટે રડવાનું નાટક કરે છે, અથવા તો તેઓ જાણીજોઈને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. આવુ વિચારતા પહેલા તેમના આંખમાંથી આસુ કેમ નથી આવતા તે પાછળનું કારણ પણ જાણી લો

નવજાત બાળક રડે છે, બરાડા પાડે છે, પણ તેની આંખમાંથી આંસુ કેમ નથી નીકળતા?

જો તમે હાલમાં જ મમ્મી બનવાનો અહેસાસ લીધો હોય, અથવા તમારા કુંટુંબમાં કોઈ બાળકનો જન્મ થયો છે, તો તમારા માટે આ સમાચાર બહુ જ ખુશીના બની રહે છે. પરંતુ બાળકના રડવાના અવાજથી માતાનું કાળજું ભરાઈ આવે છે. બાળક રડે એટલે પરિવારમાં બધા તેને શાંત કરવા બેસે છે. કહેવાય છે કે, બાળકના જન્મ બાદ તેના રડવાની આ આદત બહુ જ સારી માનવામાં આવે છે. બાળકને ભૂખ લાગવી, તરસ લાગવી, ઊંઘ આવવી, પેશાબ કરવી કે ડાયપર બદલવાની કોઈ પણ બાબત હોય એ દરેક તે રડીને વ્યક્ત કરે છે. તમે એવું અનુભવ્યું હશે કે, નવજાત બાળક રડતા વખતે બહુ જ જોર-જોરથી બૂમો પણ પાડે છે. પરંતુ ક્યારેય તેમના આંખમાંથી આંસુ નથી આવતા. જેનું કારણ જાણીને તમે પણ આશ્ચર્ય પામશો.

નવજાત બાળકો શું પોતાની માંગ પૂરી કરવા માટે રડવાનું નાટક કરે છે, અથવા તો તેઓ જાણીજોઈને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. આવુ વિચારતા પહેલા તેમના આંખમાંથી આસુ કેમ નથી આવતા તે પાછળનું કારણ પણ જાણી લો. એક રિપોર્ટ અનુસાર, 3 મહિનાથી વધુ ઉંમરના બાળકો અથવા વયસ્ક વ્યક્તિઓમાં પણ, આંસુ માટે એક Tear-duct  હોય છે. બદામના દાણા જેટલા આકારનું આ Tear-duct એવું પાણીદાર પદાર્થ છોડે છે, જે આંસુના માધ્યમથી શરીરથી બહાર નીકળે છે. 

એટલે જ્યારે પણ આપણે રડીએ છીએ, ત્યારે Tear-duct માંથી નીકળેલ આંસુને કારણે આપણો રડતો ચહેરો કોઈને નજર આવતો નથી. પરંતુ નવજાત બાળકોમાં જન્મના શરૂઆતના બે અથવા ત્રણ સપ્તાહ સુધી Tear-duct પૂરી રીતે વિકસિત થયેલા હોતા નથી. આ કારણે જ્યારે બાળક રડે છે, અને બૂમો પાડે છે, ત્યારે અવાજ તો મોટો આવે છે, પણ આંસુ નીકળતા નથી. ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ્સ અનુસાર, અનેક નવજાત બાળકોમાં Tear-ductના વિકસિત થવામાં 1થી 2 મહિના જેટલો સમય લાગે છે. 

રિપોર્ટ કહે છે કે, આંખોમાંથી નીકળેલ આંસુ આપણી હેલ્થ માટે બહુ જ સારા હોય છે. હકીકતમાં આંસુઓના નીકળવાની આખી પ્રોસેસ એક ડ્રેનેજ-સિસ્ટમની જેમ કામ કરે છે. આ Tear-duct  આપણી આંખના ખૂણા પર નાકના અંદરના ભાગને સ્પર્શ કરતા વિકાસ પામે છે. જેમ આંખમાં ધૂળ પડે કે, કીડા-મકોડા સ્પર્શે તો તરત જ આંખમાંથી આંસુ સરવા લાગે છે. તમે નોટિસ પણ કર્યું હશે કે, જો તમારી આંખમાં અચાનક ધૂળ કે માટી જાય તો તમારી આંખો મિંચાઈ જાય છે, અને આંસુ નીકળ્યા બાદ તમારી આંખો એકદમ સાફ થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news