ઘાટીમાં ટેરર ફન્ડિંગ પર NIA ની કાર્યવાહી, એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની ધરપકડ

એનઆઈએએ સોનવરમાં ખુર્રમ પરવેઝના આવાસ અને શ્રીનગરના અમીરા કદલ સ્થિત તેમના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. 

ઘાટીમાં ટેરર ફન્ડિંગ પર NIA ની કાર્યવાહી, એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝની ધરપકડ

જમ્મુ-કાશ્મીરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશ એજન્સી (NIA) એ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની તેના આવાસ પર ધરપકડ કરી છે. ખુર્રમ પરવેઝ પર ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ દરમિયાન એનઆઈએએ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા. 

એએનઆઈ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મૂ-કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઘાટીમાં માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની એનઆઈએની ટીમે ધરપકડ કરી છે. પરવેઝ પર ઘાટીમાં ટેરર ફન્ડિંગમાં સામેલ થવાનો આરોપ છે. 

— ANI (@ANI) November 22, 2021

એનઆઈએએ સોનવરમાં ખુર્રમ પરવેઝના આવાસ અને શ્રીનગરના અમીરા કદલ સ્થિત તેમના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news