હું કૃષ્ણનો અવતાર છું અને મારી ગોપીઓ કપડામાં સારી ન લાગે તમામ વસ્ત્રો ઉતારી નાખો અને પછી...

વડોદરા દુષ્કર્મ કેસમાં મામલો દિવસેને દિવસે વધારે ગુંચવાતો જઇ રહ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટ થતા જાય છે. પહેલા માત્ર આત્મહત્યાનો કિસ્સો હતો તે ધીરે ધીરે દુષ્કર્મનો ત્યાર બાદ સામુહિક દુષ્કર્મનો અને ત્યાર બાદ હત્યાની આશંકાના તાણાવાણા વચ્ચે તપાસ ચાલી રહી છે. પોલીસ પણ અંધારામાં ફાંફા મારતી હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા પણ વિવાદિત છે. આ સંસ્થાની જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ તે વધારેને વધારે વિવાદિત બનતી જઇ રહી છે. 

હું કૃષ્ણનો અવતાર છું અને મારી ગોપીઓ કપડામાં સારી ન લાગે તમામ વસ્ત્રો ઉતારી નાખો અને પછી...

હાર્દિક દીક્ષિત/વડોદરા : વડોદરા દુષ્કર્મ કેસમાં મામલો દિવસેને દિવસે વધારે ગુંચવાતો જઇ રહ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટ થતા જાય છે. પહેલા માત્ર આત્મહત્યાનો કિસ્સો હતો તે ધીરે ધીરે દુષ્કર્મનો ત્યાર બાદ સામુહિક દુષ્કર્મનો અને ત્યાર બાદ હત્યાની આશંકાના તાણાવાણા વચ્ચે તપાસ ચાલી રહી છે. પોલીસ પણ અંધારામાં ફાંફા મારતી હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા પણ વિવાદિત છે. આ સંસ્થાની જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ તે વધારેને વધારે વિવાદિત બનતી જઇ રહી છે. 

સમગ્ર મુદ્દે વિવાદિત ઓએસીસ સંસ્થાની કરતૂતોના વધુ એક સાક્ષીએ ZEE 24 KALAK સમક્ષ આવ્યા હતા. નરેન્દ્ર રાવત નામના આ વ્યક્તિએ સંજીવ શાહ અને સંસ્થાના વિવાદિત ભૂતકાળની ખોલ કેમેરા સામે ખોલી હતી. 1991માં સંસ્થાના સંચાલક સંજીવ શાહ વડોદરામાં કાર્યરત થયા હતા. સારીસારી વાતો કરી લોકોને પ્રભાવિત કરવામાં તેનો મહારત હતો. જેના કારણે તેણે અનેક લોકોને પોતાની વાતમાં ભોળવીને ફંડીગ અને સંસ્થામાં સ્વયં સેવકો પણ મેળવી લીધા હતા. 

આ સંસ્થા સાથે મોટા પ્રમાણમાં યુવતીઓને સંસ્થામાં જોડવામાં આવી હતી. 1995 માં ઓએસીસ માટે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. સંજીવ શાહ યુવતીઓને હાથો બનાવી ડોનેશન ઉઘરાવતો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, સંજીવ શાહ પોતાની જાતને કૃષ્ણનો અવતાર ગણાવતો હતો અને કૃષ્ણલીલાનાં નામે નગ્ન નાચ કરતો હતો. સંજીવ શાહ કૃષ્ણ બનતો હોય તે પ્રકારની ફરિયાદો અવાર નવાર તેમને મળતી હતી. તે યુવતીઓને ગોપી બનાવીને એવી રીતે ભ્રમિત કરતો કે યુવતીઓ પણ તે જે કહે તે કરવા તૈયાર થઇ જતી હતી. 

રાવતે માંગ કરી કે, સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. રાવતે દાવો કર્યો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. આ કેસની તપાસમાં પોલીસ સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ છે અથવા તો તે કેટલાક ચોક્કસ લોકોને છાવરવા માંગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news