નીરવ મોદી પર ગાળીયો કસાયો: મુંબઇ-પુણેમાં 524 કરોડની 21 પ્રોપર્ટી સીઝ
- નીરવ મોદી પર વિવિધ એજન્સીઓનો કસાતો શકંજો
- ઇડી દ્વારા વિવિધ સ્થળ પર સ્થાવર સંપત્તીઓ જપ્ત
- 7.80 કરોડ રૂપિયાનાં શેર પણ ફ્રીઝ કરી લેવાયા છે
Trending Photos
નવી દિલ્હી : નીરવ મોદી પર ગાળીયો કસાતો જઇ રહ્યો છે. શનિવારે ઇડીએ નીરવ મોદીની કુલ 21 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કતો જપ્ત કરી હતી. આ સંપત્તીની આશરે કિંમત 524 કરોડ હોવાનું જણાવાઇ રહ્યું છે. આ 21 સંપત્તીઓમાં 6 રહેણાક માટેની સંપત્તી છે અને 10 ઓફીસ છેજે મુંબઇમાં આવેલી છે. ઉપરાંત ઇડીએ પુણેમાં બે ફ્લેટ અને અલીબાગમાં એક ફાર્મ હાઉસ સીઝ કર્યું છે. કર્જતમાં એક સોલાર પ્લાન્ટ અને 135 એકર જમીન પણ જપ્ત કરી છે. તેની કુલ કિંમત 532.72 કરોડ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે.
ઇડીએ નીરવ મોદીને સમન ઇશ્યુ કરીને 26 તારીખ સુધી રજુ થવા માટે જણાવ્યું છે. શુક્રવારે ઇડીએ નીરવ મોદીને આશરે 30 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ 13.86 કરોડ વેલ્યુનાં શેર સીઝ કર્યા હતા. આ તમામ ઉપરાંત ઇડીએ 176 સ્ટીલનાં કબાટ અને 60 પ્લાસ્ટીકનાં કન્ટેનજર પણ સીઝ કર્યા હતા. આ તમામ કન્ટેનરમાં ઘણી ઇમ્પોર્ટેડ ઘડીયાળો હતી.
અગાઉ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છેકે ગુરૂવારે પણ ઇડીએ નીરવ મોદી અને તેની કંપનીની 9 ગાડીઓ જપ્ત કરી હતી. આ ગાડીઓની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાં માત્ર એક કાર રોલ્સ રોયલ ઘોસ્ટની કિંમત જ 6 કરોડ રૂપિયા છે. ઉપરાંત 2 મર્સિડિઝ બેન્જ GL 350, એક પોર્શે પૈનામોરા, ત્રણ હોન્ડા અને એક ટોયોટા ફોર્ચ્યુનર અને ઇનોવાનો સમાવેશ થાય છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી ગ્રુપનાં 94 કરોડ રૂપિયાનાં શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઇડી નીરવ મોદીનાં 7.80 કરોડ રૂપિયાનાં મ્યૂચ્યૂઅલ ફંડ અને શેર ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ગીતાંજલી ગ્રુપનાં મેહુલ ચોક્સીનાં 86.72 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઇડીએ મુંબઇમાં તેમની ચાર કંપનીઓ પર દરોડા પાડ્યા છે. ઇડીની તરફથી ચોક્સીનાં શેરને સીઝ કરવા માટેની સેબીએ અપીલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે