નાગરિકોએ વેરો ભરવો જ ન પડે એવું બની શકે? નાણામંત્રીએ કહ્યું- હું ઈચ્છું છું કે ટેક્સ ઝીરો થઈ જાય પણ...

સરકારના ટેક્સેશન સિસ્ટમ અંગે લોકો અવારનવાર ફરિયાદ કરતા જોવા મળે છે. વધુ પડતા ટેક્સની ફરિયાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  તેમની એવી ઈચ્છા છે કે ટેક્સને લગભગ ઝીરો કરી દેવામાં આવે.

નાગરિકોએ વેરો ભરવો જ ન પડે એવું બની શકે? નાણામંત્રીએ કહ્યું- હું ઈચ્છું છું કે ટેક્સ ઝીરો થઈ જાય પણ...

બિઝનેસમેન હોય કે નોકરીયાત...સરકારના ટેક્સેશન સિસ્ટમ અંગે લોકો અવારનવાર ફરિયાદ કરતા જોવા મળે છે. વધુ પડતા ટેક્સની ફરિયાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  તેમની એવી ઈચ્છા છે કે ટેક્સને લગભગ ઝીરો કરી દેવામાં આવે. પરંતુ દેશ પડકારોનો સામનો કરી રહ્યો છે અને સંસાધનો ભેગા કરવાની જરૂર છે. તેનાથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર વધુમાં વધુ પૈસા ખર્ચ કરવામાં મદદ મળશે. અનેકવાર નાણામંત્રી હોવાના નાતે મારે લોકોને જવાબ આપવો પડે છે કે આપણી ટેક્સ સિસ્ટમ આવી કેમ છે?

વૈજ્ઞાનિકોને અપીલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભોપાલના આઈઆઈએસઈઆરમાં આયોજિત 11માં દીક્ષાંત સમારોહમાં કહ્યું કે આપણે તેને (ટેક્સ) ઓછો કેમ નથી કરી શકતા? કાશ હું તેને ઝીરો કરી શકત. પરંતુ દેશના પડકારો ખુબ ગંભીર છે અને તેને આપણે પાર પાડવા પડશે. આ દરમિયાન ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે પરંતુ ટેક્સને ઝીરો કરવો શક્ય નથી કારણ કે દેશ ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે. તેમણે વૈજ્ઞાનિકોને અપીલ કરી કે તેઓ રિન્યુએબલ એનર્જી અને તેના સ્ટોરેજ પર વધુમાં વધુ રિસર્ચ કરે. જે ઝડપથી આગળ વધતા ભારત માટે ખુબ જરૂરી છે અને પર્યાવરણને બચાવવા માટે પણ. 

પેરિસ એગ્રીમેન્ટના પૈસા નથી આવ્યા
તેમણે કહ્યું કે વિક્સિત દેશોએ વારંવાર કરેલા પોતાના વચનો પાળ્યા નથી. આ ફેરફાર અંગે તેમણે કહ્યું કે, દુનિયામાં જીવાશ્મિ ઈંધણથી રિન્યુએબલ એનર્જી તરફ જવા માટે ઘણા પૈસા આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે પૈસા હજુ સુધી મળ્યા નથી. પેરિસ એગ્રીમેન્ટમાં કરાયેલા વચનો ભારતે પોતાના પૈસાથી જ પાળ્યા છે. આ અવસરે નાણામંત્રીએ દેશની હાલની ટેક્સેશન સિસ્ટમને યોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે સરકાર તરફથી વૈજ્ઞાનિક રિસર્ચમાં ભારે રોકાણ થઈ રહ્યું છે. 

તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી સામે ગ્રેજ્યુએશન, પીએચડી હોલ્ડર ખુબ વિદ્વાન લોકો હોય જે દેશના પડકારોને સમજે. હું ભારત જેવા વિકાસશીલ દેશ માટે ઉર્જાના તે સ્થાયી સ્ત્રોતોમાંથી એક તરીકે રિન્યુએબલ ઉર્જાનું ઉદાહરણ લઉ છું. સીતારમણે વૈજ્ઞાનિકોને રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ માટે બેટરી વિક્સિત કરવા માટે પણ આગ્રહ કર્યો કારણ કે જીવાશ્મિ ઈંધણથી રિન્યુએબલ એનર્જીમાં ફેરફાર ટકાઉ હોવો જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news