કોણ છે નિર્મલા સીતારમણના જમાઈ પ્રતિક દોશી? જેમના પર PM મોદી પણ આંખ બંધ કરીને કરે છે ભરોસો
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પુત્રી પરકલા વાંગમયીના ગુરુવારે અત્યંત સાદગીથી લગ્ન થયા. લગ્ન સમારોહમાં પરિવારના લોકો અને મિત્રો જ સામેલ હતા. રાજકીય મહેમાનોને આમંત્રણ અપાયું નહતું. નિર્મલા સીતારમણના પુત્રીના લગ્ન પીએમ નરેન્દ્ર મોદીના એક પ્રમુખ સહયોગી પ્રતિક દોશી સાથે થયા છે.
Trending Photos
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પુત્રી પરકલા વાંગમયીના ગુરુવારે અત્યંત સાદગીથી લગ્ન થયા. લગ્ન સમારોહમાં પરિવારના લોકો અને મિત્રો જ સામેલ હતા. રાજકીય મહેમાનોને આમંત્રણ અપાયું નહતું. નિર્મલા સીતારમણના પુત્રીના લગ્ન પીએમ નરેન્દ્ર મોદીના એક પ્રમુખ સહયોગી પ્રતિક દોશી સાથે થયા છે. લગ્ન સમારોહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં કેટલાક બ્રાહ્મણ વૈદિક મંત્રોચ્ચારથી પરકલા વાંગમયી અને પ્રતિકના લગ્નની વિધિ કરાવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નજીક જ ઊભા છે. વાંગમયી વ્યવસાયે પત્રકાર છે. તેમણે દેશના અનેક મીડિયા સંસ્થાનોમાં કામ કર્યું છે. તેમના પતિ અને દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ પ્રતિક દોશી વિશે ખાસ જાણો...
પીએમઓમાં અધિકારી છે, ગુજરાત કનેક્શન
નિર્મલા સીતારમણના જમાઈ પ્રતિક દોશી ગુજરાતના રહીશ છે અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકે કામ કરે છે. જ્યારે પીએ મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ વર્ષ 2014માં દિલ્હી ગયા હતા. તેમને જૂન 2019માં સંયુક્ત સચિવના પદે પ્રમોટ કરાયા હતા.
🎊 Union Finance Minister Nirmala Sitharaman's daughter got married in Bangalore yesterday. 🎉🎉 The news was not on TV or on print media. An example of simple living and working with nation first principles. 🙏🙏🙏 pic.twitter.com/r818unikZP
— Deepak Kumar. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪 (@DipakKumar1970) June 8, 2023
ગુજરાતથી જ પીએમ મોદીની સાથે
પ્રતિક દોશી સિંગાપુર મેનેજમેન્ટ સ્કૂલથી ગ્રેજ્યુએટ છે. તેમણે આ અગાઉ નરેન્દ્ર મોદીના ગુજરાત મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.
રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગમાં છે દોશી
પીએમઓ વેબસાઈટ મુજબ તેઓ પીએમઓની રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગમાં કામ કરે છે. તેમની ભૂમિકા ભારત સરકાર (બિઝનેસ અલોકેશન) નિયમ 1961 ના સંદર્ભમાં પીએમને સચિવીય સહાયતા પ્રદાન કરવાનું છે જે રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી સુધી સિમિત નથી.
પીએમના 'આંખ અને કાન' છે દોશી
પ્રતિક દોશીને પીએમ મોદીના આંખ અને કાન પણ માની શકાય. હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ તેઓ કથિત રીતે સરકારોમાં ટોપના નોકરશાહો અને મહત્વપૂર્ણ લોકોની 360 ડિગ્રી નિગરાણી કરે છે. તેઓ તેમના સિલેક્શન અને નિયુક્તિઓ પર ઈનપુટ અને ફીડબેક આપે છે.
પ્રતિક દોશીની વાત કરીએ તો તેઓ તમને સોશિયલ મીડિયા અને ખબરોમાં ખુબ જ ઓછા જોવા મળશે. તેઓ કોઈ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. તેઓ ખુબ લોપ્રોફાઈલ જાળવીને રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે